
કોઇ વ્યકિતને હસ્તાક્ષર (સહી) ના નમૂના કે હાથ લખાણ આપવા માટેનો હુકમ કરવાની મેજિસ્ટ્રેટની સતા
જો કોઇ પ્રથમ વગૅના મેજિસ્ટ્રેટને એવો સંતોષ થાય કે આ સંહિતા હેઠળની કોઇપણ તપાસ અથવા કાયૅવાહીના હેતુઓ માટે કોઇ વ્યકિતને જેમા આરોપી વ્યકિતનો સમાવેશ થાય છે તેવી કોઇ વ્યકિતને સહીનો નમૂનો અથવા આંગળીઓની છાપ (ફિંગર પ્રિન્ટ) અથવા હાથ લખાણ અથવા અવાજનો નમૂનો આપવા માટે નિર્દેશ કરવો ઇષ્ટ છે ત્યારે તે એવા મતલબનો હુકમ કરી શકશે અને આવા કિસ્સામાં હુકમ જેને લાગુ પડતો હોય તે વ્યકિતને આવા હુકમમાં જણાવેલ સમયે તથા સ્થળે હાજર કરવી જોઇશે અથવા તે હાજર થશે અને તેના સહીના નમૂના અથવા આંગળીઓની છાપ અથવા હાથ લખાણ અથવા અવાજનો નમૂનો આપશે. પરંતુ એવી તપાસ અથવા કાયૅવાહીના સબંધમાં વ્યકિતની કોઇ વખતે ધરપકડ કરવામાં આવેલ હોય તે સિવાય આ કલમ હેઠળનો કોઇ હુકમ કરવામાં આવશે નહી.
વધુમાં મેજિસ્ટ્રેટ લેખિતમાં એવા કારણોની નોંધ કરીને તેની ધરપકડ કયૅા સિવાય કોઇપણ વ્યકિતને એવા નમૂના કે સેમ્પલ આપવા હુકમ કરી શકશે.
Copyright©2023 - HelpLaw