
આરોપીની જુબાની લેવાની સતા
(૧) પુરાવામાં આરોપી વિરૂધ્ધ જણાતી કોઇ બાબત અંગે તે ખુલાસો કરી શકે તે માટે દરેક તપાસ કે ઇન્સાફી કાયૅવાહીમાં
(એ) કોઇપણ તબકકે આરોપીને અગાઉથી ચેતવણી આપ્યા વિના ન્યાયાલય પોતાને જરૂરી લાગે તેવા પ્રશ્નો તેને પૂછી શકશે.
(બી) ફરિયાદ પક્ષના સાક્ષીઓની જુબાની લેવાઇ ગયા પછી અને તેને પોતાનો બચાવ કરવાનું કહેતા પહેલા સમગ્ર કેસ અંગે તેને પુછવું જોઇશે.
પરંતુ સમન્સ કેસમાં ન્યાયાલય આરોપીએ જાતે હાજર રહેવાનું જરૂરી ન માને ત્યારે ખંડ (બી) હેઠળ તેની જુબાની લેવાનું પણ જરૂરી નથી.
(૨) પેટા કલમ (૧) મુજબ આરોપીની જુબાની લેતી વખતે તેને સોગંદ લેવડાવી શકાશે નહી
(૩) એવા પ્રોશ્નોનો જવાબ આપવાની ના પાડવાથી અથવા તેના ખોટા જવાબો આપવાથી આરોપી શિક્ષાને પાત્ર થશે નહી.
(૪) એવી તપાસ કે ઇન્સાફી કાયૅવાહીમાં આરોપીએ આપેલા જવાબો વિચારણામાં લઇ શકાશે અને સદરહુ જવાબો ઉપરથી તેણે બીજો કોઇ ગુનો કયો હોવાનું જણાઇ આવે તો તે ગુના માટે બીજી કોઇ તપાસ કે ઇન્સાફી કાયૅવાહીમાં આરોપીની તરફેણ કે વિરૂધ્ધમાં પુરાવામાં લઇ શકશે.
(૫) ન્યાયાલય આરોપીને પૂછવાના હોય તેવા સુસંગત પ્રશ્નો તૈયાર કરવામાં પ્રોસિકયુટર અને બચાવપક્ષના વકીલની મદદ લઇ શકશે અને ન્યાયાલય આ કલમના પૂરતા પાલન તરીકે આરોપી દ્રારા લેખિત નિવેદન ફાઇલ કરવા માટેની પરવાનગી આપી શકશે.
Copyright©2023 - HelpLaw