
આરોપી સાક્ષી થઇ શકે
(૧) કોઇ ફોજદારી ન્યાયાલય સમક્ષ જેના ઉપર કોઈ ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો હોય તે વ્યકિત બચાવનો સાક્ષી થઇ શકશે અને તે જ ઇન્સાફી કાયૅવાહીમાં તેની સામે કે તેના સહ ત્હોમતદાર સામે મૂકાયેલા ત્હોમતો નાસાબિત કરવા તે સોગંદ ઉપર જુબાની આપી શકશે. પરંતુ-
(એ) તેની લેખિત વિનંતી વિના તેને સાક્ષી તરીકે બોલાવી શકાશે નહી.
(બી) તે પુરાવો ન આપે તે બાબતમાં કોઇ પક્ષકાર કે ન્યાયાલય તેની ટીકા કરી શકશે નહી અથવા તેની કે તે જ ઇન્સાફી કાયૅવાહીમાં તેની વિરૂધ્ધ કે તેના સહ હોમતદારની વિરૂધ્ધ કોઇ અનુમાન થઇ શકશે નહી.
(૨) જેની સામે કલમ-૧૦૧ અથવા કલમ-૧૨૬ અથવા કલમ-૧૨૭ અથવા કલમ-૧૨૮ અથવા કલમ-૧૨૯ હેઠળ અથવા પ્રકરણ-૧૦ હેઠળ અથવા પ્રકરણ-૧૧ના ભાગ (બી) ભાગ (સી) અથવા ભાગ (ડી) હેઠળ કોઇપણ ફોજદારી ન્યાયાલયમાં કાયૅવાહી શરૂ કરવામાં આવી હોય તે કોઇપણ વ્યકિત એવી કાયૅવાહીમાં પોતે સાક્ષી તરીકે રજૂ થઇ શકશે.
પરંતુ કલમ-૧૨૭, કલમ-૧૨૮ કે કલમ-૧૨૯ હેઠળની કાયૅવાહીમાં તે વ્યકિત પુરાવો ન આપે તો તે બાબતમાં કોઇ પક્ષકાર કે ન્યાયાલય તેની ટીકા કરી શકશે નહી અથવા તેથી તે જ તપાસમાં તેની વિરૂધ્ધ કે તેની સાથે જે કોઇ અન્ય વ્યકિત સામે કાયૅવાહી થઇ રહેલ હોય તેની વિરૂધ્ધ કોઇ અનુમાન થઇ શકશે નહી.
Copyright©2023 - HelpLaw