ઘોષિત ગુનેગારની ગેરહાજરીમાં પૂછપરછ ખટલો અથવા ચૂકદો - કલમ : 356

ઘોષિત ગુનેગારની ગેરહાજરીમાં પૂછપરછ ખટલો અથવા ચૂકદો

(૧) આ સંહિતામાં અથવા જે તે સમયે અમલમાં હોય તેવા અન્ય કોઇપણ કાયદામાં હોય તો પણ જયારે ઘોષિત કરાયેલા ગુનેગાર (પ્રોકલેમ્ડ) જાહેર કરાયેલ વ્યકિત સંયુકત રીતે આરોપ લગાવવામાં આવ્યો હોય કે ન હોય ખટલાથી બચવા માટે ફરાર થઇ ગયો હો અને તેની ધરપકડ કરવાની તાત્કાલિક કોઇ સંભાવના ન હોય તેને (પરિસ્થિતિને) આવી વ્યકિત દ્રારા હાજર રહીને રૂબરૂમાં કેસ ચલાવવાના તેના અધિકારમાં છૂટછાટ તરીકે કાયૅ કરતી હોવાનું માનવામાં આવશે અને ન્યાયાલય લેખિતમાં કારણો નોંધ્યા પછી ન્યાયના હિતમાં તેવી જ રીતે આ સંહિતા હેઠળ તે હાજર હોય તેવી જ અસરથી ખટલો આગળ ધપાવશે અને ચુકાદો સંભળાવશે. પરંતુ આરોપ ઘડવાની તારીખથી નેવું દિવસનો સમયગાળો વીતી ન ગયો હોય ત્યાં સુધી અદાલત ખટલો શરૂ કરશે નહી.

(૨) પેટા કલમ (૧) હેઠળ આગળ ધપતાં પહેલા અદાલત નીચેની પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હોય તે સુનિશ્ર્વિત કરશે એટલે કે

(૧) ઓછામાં ઓછા ત્રીસ દિવસના અંતરાલમાં ધરપકડના સતત બે વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યા હોય

(૨) તેના રહેઠાણના છેલ્લા જાણીતા સરનામાની જગ્યાએ ફેલાવો ધરાવતા રાષ્ટ્રીય અથવા સ્થાનિક દૈનિક વતૅનમાનપત્રમાં ખટલા માટે ન્યાયાલયમાં હાજર રહેવાની ઘોષિત (પ્રોકલેમ્ડ) ગુનેગારને આદેશ કરતી જાહેરાત પ્રસિધ્ધ કરવી અને જો તે આવી પ્રસિધ્ધિની તારીખથી ત્રીસ દિવસની અંદર હાજર થવામાં નિષ્ફળ જાય તો તેની ગેરહાજરીમાં ખટલો (ટ્રાયલ) શરૂ થશે તેવી જાહેરાતમાં તેને જાણ કરવી.

(૩) જો તેના કોઇ સબંધી અથવા મિત્ર હોય તો તેમને ખટલો શરૂ થવાની જાણ કરવી અને

(૪) જયાં આવી વ્યકિત સામાન્ય રીતે રહે છે તે ઘર અથવા રહેઠાણ વિસ્તારના આસાનીથી નજરે પડી જાય તેવા અમુક ભાગ ઉપર ખટલો શરૂ થવા અંગે માહિતી ચોંટાડવી અને તેના રહેઠાણનું છેલ્લુ જાણીતું સરનામું જિલ્લાના પોલીસ મથકમાં પ્રદશિત કરવું

(૩) જયાં ઘોષિત (પ્રોકલેમ્ડ) ગુનેગારનું પ્રતિનીધિત્વ કોઇપણ વકીલ દ્રારા કરવામાં આવતું ન હોય ત્યાં રાજયના ખર્ચે તેના બચાવ માટે તેને એક વકીલ પૂરો પાડવામાં આવશે.

(૪) જયાં કેસ ચલાવવા અથવા ખટલો સોંપવા માટે સક્ષમ ન્યાયાલયે ફરિયાદપક્ષ માટેના કોઇપણ સાક્ષીઓને તપાસ્યા હોય અને તેમની જુબાનીઓ રેકોડૅ કરી હોય ત્યાં આવા ઘોષિત (પ્રોકલેમ્ડ) ગુનેગાર સામે જે ગુનાનો જે આરોપી મુકવામાં આવ્યો છે તેની સામેની તપાસમાં અથવા ખટલામાં આવી જુબાનીઓ પુરાવા તરીકે આપવામાં આવશે. પરંતુ જો ઘોષિત (પ્રોકલેમ્ડ) ગુનેગારની ધરપકડ કરવામાં આવે અને આવા ખટલા દરમ્યાન ન્યાયાલયમાં રજૂ કરવામાં આવે અથવા હાજર થાય તો ન્યાયાલય ન્યાયના હિતમાં તેની ગેરહાજરીમાં લેવામાં આવ્યા હોય તેવા કોઇપણ પુરાવાને તપાસવાની મંજૂરી આપી શકશે.

(૫) જયાં આ કલમ હેઠળ કોઇ વ્યકિત સાથે ખટલાને સબંધ હોય ત્યાં સાક્ષીની જુબાની અને તપાસ જયાં સુધી વ્યવહારૂ હોય ત્યાં સુધી દ્રષ્ય શ્રાવ્ય (ઓડિયો-વિડિયો) ઇલેકટ્રોનિક પધ્ધતિથી ઇચ્છનીય રીતે મોબાઇલ ફોન દ્રારા રેકોડૅ કરી શકાશે અને આવું રેકોર્ડિંગ અદાલત નિર્દેશ આપે તે રીતે રાખવામાં આવશે.

(૬) આ સંહિતા હેઠળના ગુનાઓની (કાનૂની) કાયૅવાહીમાં પેટા કલમ (૧) હેઠળ ખટલો શરૂ થયા પછી આરોપીની સ્વેચ્છિક ગેરહાજરી ચુકાદાની જાહરાત સહિત ચાલુ રહેતા / રહેલા ખટલાને અટકાવશે નહી પછી ભલે તેની આવા ખટલાની સમાપ્તિ વખતે ધરપકડ કરવામાં આવે અને તેને રજૂ કરવામાં આવે અથવા તે હાજર રહે.

(૭) આ કલમ હેઠળના ચુકાદા સામે કોઇ અપીલ થઇ શકશે નહી સિવાય કે ઘોષિત (પ્રોકલેમ્ડ) ગુનેગાર અપીલ અદાલત સમક્ષ પોતાને રજૂ કરે પરંતુ ચુકાદાની તારીખથી ત્રણ વષૅની મુદત પૂરી થયા પછી દોષિત ઠરાવવા સામે કોઇ અપીલ કરી શકાશે નહી.

(૮) રાજય જાહેરનામા દ્રારા કલમ-૮૪ ની પેટા કલમ (૧)માં ઉલ્લેખિત કોઇપણ ફરાર વ્યકિત માટે આ કલમની જોગવાઇઓને વિસ્તારી શકે છે.