આરોપી કાયૅવાહી સમજતો ન હોય ત્યારે કાયૅરીતિ - કલમ : 357

આરોપી કાયૅવાહી સમજતો ન હોય ત્યારે કાયૅરીતિ

આરોપી અસ્થિર મગજનો વ્યકિત ન હોવા છતાં તેને કાયૅવાહીમાં સમજાવી શકાય નહી તે પ્રસંગે ન્યાયાલય તપાસ કે ઇન્સાફી કાયૅવાહી ચાલુ રાખી શકશે અને ઉચ્ચન્યાયાલય સિવાયનું કોઇ ન્યાયાલય તે કાયૅવાહીના પરિણામે ગુનો સાબીત થાય તો કેસના સંજોગોના રિપોટૅ સાથે કાયૅવાહીના કાગળો ઉચ્ચન્યાયાલયને મોકલવા જોઇશે અને ઉચ્ચન્યાયાલયે તે અંગે પોતાને યોગ્ય લાગે તેવો હુકમ કરવો જોઇશે.