ગુના માટે દોષિત જણાય તે અન્ય વ્યકિતઓ સામે વ્યેવાહી કરવાની સતા - કલમ : 358

ગુના માટે દોષિત જણાય તે અન્ય વ્યકિતઓ સામે વ્યેવાહી કરવાની સતા

(૧) ગુનાની કોઇ તપાસ કે ઇન્સાફી કાયૅવાહી દરમ્યાન પુરાવા ઉપરથી એવું જણાય કે આરોપી સિવાયની વ્યકિતએ જે ગુના માટે એ વ્યકિતની આરોપી સાથે કાયૅવાહી કરી શકાય તેવો કોઇ ગુનો કર્યો છે તો તેણે કરેલ હોવાનું જણાય તે ગુના માટે ન્યાયાલય તે વ્યકિત સામે કાયૅવાહી શરૂ કરી શકશે

(૨) તે વ્યકિત ન્યાયાલયમાં હાજર ન હોય તો ઉપર જણાવેલા હેતુ માટે કેસના સંજોગો અનુસાર જરૂરી હોય તે પ્રમાણે તેને પકડીને કે સમન્સથી બોલાવી શકાશે.

(૩) ન્યાયાલયમાં હાજર હોય તે કોઇ વ્યકિત પકડાયેલ કે સમન્સથી બોલાવાયેલ ન હોય તો પણ તેણે જે ગુનો કયો હોવાનું જણાતું હોય તે ગુનાની તપાસ કે ઇન્સાફી કાયૅવાહી કરવા માટે તે ન્યાયાલય તે વ્યકિતને અટકમાં રાખી શકશે.

(૪) પેટા કલમ (૧) હેઠળ કોઇ વ્યકીત સામે ન્યાયાલય કાયૅવાહી શરૂ કરે ત્યારે (એ) તે વ્યકિત સબંધી કાયૅવાહી નવેસરથી શરૂ કરવી જોઇએ અને સાક્ષીઓને ફરીથી તપાસવા જોઇશે.

(બી) જેના ઉપરથી ગુનાની તપાસ કે ઇન્સાફી કાયૅવાહી શરૂ કરવામાં આવી હોય તે ગુનાની કાયૅવાહી ન્યાયાલયમાં શરૂ કરી હોય ત્યારે તે વ્યકિત આરોપી હોય તેમ તે કેસની કાયૅવાહી ખંડ (એ) ની જોગવાઇઓને અધીન રહીને આગળ ચલાવી શકાશે.