ગુનાની માંડવાળ - કલમ : 359

ગુનાની માંડવાળ

(૧) નીચેના કોષ્ટકના પહેલા (જે હાલ અહીયા નથી) બે કોલમોમાં નિર્દિષ્ટ કરેલ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમો હેઠળ શિક્ષાને પાત્ર ગુનાઓની તે કોષ્ટકના ત્રીજા કોલમમાં જણાવેલ વ્યકિતઓ માંડવાળ કરી શકશે.

(૨) નીચેના કોષ્ટકમાં પહેલા (જે હાલ અહીયા નથી) બે કોલમોમાં નિર્દિષ્ટ કરેલ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમો હેઠળ શિક્ષાને પાત્ર ગુનાઓની માંડવાળ જેની સમક્ષ એવા ગુનાઓ માટે ફોજદારી કાયૅવાહી ચાલતી હોય તે ન્યાયાલયની પરવાનગી સાથે તે કોષ્ટકના ત્રીજા કોલમમાં જણાવેલ વ્યકિતઓ કરી શકશે.

(૩) જયારે આ કલમ હેઠળ કોઇ ગુનો સમાધાન લાયક હોય ત્યારે આવા ગુનાનુ; દુષ્પ્રરણ અથવા આવો ગુનો કરવાની કોશિશ (આવી કોશિશ પણ ગુનો હોય ત્યારે) અથવા જયારે આરોપી ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૩ ની પેટા કલમ (૫) અથવા કલમ -૧૯૦ હેઠળ જવાબદાર હોય ત્યારે તેવી જ રીતે સમાધાન કરી શકાશે.

(૪)(એ) આ કલમ હેઠળ અન્યથા કોઇ ગુનાની માંડવાળ કરી શકનાર કોઇ વ્યકિત બાળક હોય અથવા અસ્થિર મગજનો હોય તો તેના વતી કરાર કરી શકનાર કોઇ વ્યકિત ન્યાયાલયની પરવાનગીથી તે ગુનાની માંડવાળ કરી શકશે.

(બી) આ કલમ હેઠળ અન્યથા કોઇ ગુનાની માંડવાળ કરી શકનાર કોઇ વ્યકિત મૃત્યુ પામેલ હોય ત્યારે દીવાની કાયૅરીતિ અધિનિયમ ૧૯૦૮ (૧૯૦૮નો ૫મો) ની વ્યાખ્યા પ્રમાણેનો તેનો કાયદેસરનો પ્રતિનિધિ ન્યાયાલયની સંમતિથી તે ગુનાની માંડવાળ કરી શકશે.

(૫) આરોપીને ઇન્સાફી કાયૅવાહી માટે કમિટ કરવામાં આવેલ હોય અથવા તે દોષિત ઠયેલ હોય અને અપીલનો નિકાલ થયેલ ન હોય ત્યારે યથાપ્રસંગ જે ન્યાયાલયમાં તેને કમિટ કરવામાં આવેલ હોય અથવા જે ન્યાયાલય સમક્ષ અપીલની સુનાવણી થવાની હોય તે ન્યાયાલયની પરવાનગી વિના ગુનાની માંડવાળ કરવા દેવામાં આવેશે નહી.

(૬) કલમ-૪૪૨ હેઠળની પોતાની ફેરતપાસની સતાનો અમલ કરતું હોય ત્યારે કોઇ ઉચ્ચન્યાયાલય કે સેશન્સ ન્યાયાલય કોઇ વ્યકિતને તે આ કલમ હેઠળ જે ગુનાની માંડવાળ કરી શકે તે ગુનાની માંડવાળ કરવા દઇ શકશે.

(૭) આરોપી અગાઉ દોષિત ઠયૅાને કારણે કોઇ ગુના બદલ વધુ શિક્ષાને અથવા જુદા પ્રકારની શિક્ષાને પાત્ર થાય તો તે ગુનાની માંડવાળ થઇ શકશે નહી.

(૮) આ કલમ હેઠળ થયેલી ગુનાની માંડવાળની અસર જેની સાથે ગુનાની માંડવાળ કરી હોય તે આરોપીને નિદોષ ઠરવાી છોડી મૂકયા બરાબર થશે.

(૯) આ કલમમાં જણાવ્યા મુજબ હોય તે સિવાય કોઇ ગુનાની માંડવાળ થઇ શકશે નહી.