
ફોજદારી કામ પાછું ખેચી લેવા બાબત
જેના ચાજૅમાં કેસ હોય તે પબ્લિક પ્રોસિકયુટર કે મદદનીશ પબ્લિક પ્રોસિકયુટર ફેંસલો સંભળાવવામાં આવે તે પહેલા કોઇપણ સમયે ન્યાયાલયની સંમતિથી કોઇ વ્યકિત સામેનું તમામ અથવા જે ગુના અંગે તેની સામે ઇન્સાફી કાયૅવાહી કરવામાં આવી હોય તેમાંના એક કે તેથી વધુ ગુના અંગેનું ફોજદારી કામ ચલાવવું બંધ કરી શકશે અને એ રીતે ફોજદારી કામ ચલાવવાનુ; બંધ થયે.
(એ) ત્હોમતનામું તૈયાર થયા પહેલા એ પ્રમાણે કરવામાં આવે તો આરોપીને એવા ગુના કે ગુનાઓ અંગે છોડી મૂકવો જોઇશે.
(બી) ત્હોમતનામું તૈયાર થઇ ગયા પછી અથવા આ સંહિતા હેઠળ ત્હોમતનામાની જરૂર ન હોય ત્યારે એમ કરવામાં આવે તો એવા ગુના કે ગુનાઓ અંગે તેને નિદોષ ઠરાવી છોડી મૂકવો જોઇશે. પરંતુ એવો કોઇ ગુનો
(૧) સંઘની કારોબારી સતા હેઠળની બાબતને લગતા કોઇ કાયદા વિરૂધ્ધનો હોય અથવા
(૨) કોઇ કેન્દ્રિય અધિનિયમ હેઠળ તેની પોલીસ તપાસ કરેલ હોય અથવા
(૩) તેમા કેન્દ્ર સરકારની મિલકતનો દુવિનિયોગ કયૅવાનો અથવા તેનો નાશ કયૅવાનો કે તેને નુકશાન કયૅાનો સમાવેશ થતો હોય અથવા
(૪) કેન્દ્ર સરકારની નોકરીમાં હોય તે કોઇ વ્યકિતએ પોતાની સરકારી ફરજ બજાવતી વખતે કાયૅ કરતા અથવા કયૅવાનું અભિપ્રેત હોય તે દરમ્યાન કરેલો હોય અને તે કેસ જેના ચાજૅમાં હોય તે પ્રોસિકયુટરને કેન્દ્ર સરકારે નિમેલો ન હોય ત્યારે તેને એમ કરવાની કેન્દ્ર સરકારે પરવાનગી આપેલ હોય તે સિવાય તે ફોજદારી કામ ચલાવવાનું બંધ કરવા માટેની સંમતિ આપવા ન્યાયાલય સમક્ષ માંગણી કરી શકશે નહી અને એવી સંમતિ આપતા પહેલા ફોજદારી કામ ચલાવવાનું બંધ કરવાની કેન્દ્ર સરકારે આપેલી પરવાનગી પોતાની સમક્ષ રજૂ કરવાનું ન્યાયાલયે પ્રોસિકયુટરને ફરમાવવું જોઇશે. વધુમાં કોઇપણ કોટૅ કેસમાં ભોગ બનનારને સુનાવણીની તક આપ્યા સિવાય આવી રીતે બંધ કયૅગ અંગેની મંજૂરી આપશે નહી.
Copyright©2023 - HelpLaw