
તપાસ કે ઇન્સાફી કાયૅવાહી શરૂ થયા પછી મેજિસ્ટ્રેટને કેસ કમિટ કરવા જેવો લાગે ત્યારે કાયૅરીતિ
મેજિસ્ટ્રેટ સમક્ષના ગુનાની કોઇ તપાસમાં કે ઇન્સાફી કાયૅવાહીમાં ફેંસલામાં સહી કરતા પહેલા કાયૅવાહીના કોઇપણ તબકકે તેને એમ લાગે કે કેસની ઇન્સાફી કાયૅવાહી સેશન્સ ન્યાયાલયે કરવી જોઇએ તો આ સંહિતામાં આ પહેલાં જણાવેલી જોગવાઇઓ હેઠળ તેણે તે કેસ તે ન્યાયાલયને કમિટ કરવો જોઇશે અને તેમ થયે પ્રકરણ-૧૯ની જોગવાઇઓ તેવી રીતે કમિટ કરેલા કેસને લાગુ પડશે.
Copyright©2023 - HelpLaw