અંશતઃ એક જજે અથવા મેજિસ્ટ્રેટે અને અંશતઃ બીજા મેજિસ્ટ્રેટે લીધેલા પુરાવા ઉપરથી દોષિત ઠરાવવા કે કમિટ કરવા બાબત - કલમ : 365

અંશતઃ એક જજે અથવા મેજિસ્ટ્રેટે અને અંશતઃ બીજા મેજિસ્ટ્રેટે લીધેલા પુરાવા ઉપરથી દોષિત ઠરાવવા કે કમિટ કરવા બાબત

(૧) કોઇ તપાસ કે ઇન્સાફી કાયૅવાહીમાંનો પુરાવો પૂરેપુરો કે અંશતઃ સાંભળી તેની લેખિત નોંધ કયૅ। પછી કોઇ જજ અથવા મેજિસ્ટ્રેટ તે અંગે હકૂમત ધરાવતા બંધ થાય અને તેની જગ્યાએ એવી હકૂમત ધરાવતા બીજા જજ અથવા મેજિસ્ટ્રેટ એવી હકૂમત વાપરે ત્યારે એવા અનુગામી જજ અથવા મેજિસ્ટ્રેટ પોતાના પુરોગામીએ નોંધેલા અથવા અંશતઃ પોતાના પુરોગામીએ અને અંશતઃ પોતે નોંધેલા પુરાવાના આધારે કાયૅવાહી કરી શકશે.

પરંતુ અનુગામી જજ અથવા મેજિસ્ટ્રેટનો અભિપ્રાય એવો થાય કે જેનો પુરાવો અગાઉ લેવામાં આવ્યો હોય તેમાં કોઇ સાક્ષીની વધુ જુબાની લેવી ન્યાયના હિતમાં જરૂરી છે તો તે એવા કોઇ સાક્ષીને સમન્સથી ફરી બોલાવી શકશે અને પોતે પરવાનગી આપે એવી વધુ તપાસ ઉલટતપાસ અને ફેરતપાસ થાય તો તે થયા પછી સાક્ષીને રજા આપવામાં આવશે.

(૨) આ સંહિતાની જોગવાઇઓ હેઠળ કોઇ કેસ એક જજ પાસેથી બીજા જજને અથવા એક મેજીસ્ટ્રેટ પાસેથી બીજા મેજિસ્ટ્રેટને સોંપવામાં આવે ત્યારે પેટા કલમ (૧) ના અથૅ મુજબ પ્રથમ જણાવેલ મેજિસ્ટ્રેટ તે કેસ અંગે હકૂમત ધરાવતા બંધ થયેલ હોવાનું અને તે બીજા જજ કે મેજિસ્ટ્રેટ તેના અનુગામી હોવાનું ગણાશે નહી.

(૩) આ કલમનો કોઇપણ મજકૂર સક્ષિપ્ત ઇન્સાફી કાયૅવાહીને અથવા કલમ-૩૬૧ હેઠળ જેની કાયૅવાહી સ્થગિત થયેલ હોય અથવા કલમ-૩૬૪ હેઠળ જેની કાયૅવાહી ઉપલા મેજિસ્ટ્રેટને સાદર કરવામાં આવી હોય તેવા કેસને લાગુ પડશે નહી.