ન્યાયાલય ખુલ્લલું હોવા બાબત - કલમ : 366

ન્યાયાલય ખુલ્લલું હોવા બાબત

(૧) કોઇ ગુનાની તપાસ કે ઇન્સાફી કાયૅવાહી માટે કોઇ ફોજદારી ન્યાયાલય જયાં કામ કરી રહેલ હોય તે સ્થળ ખુલ્લુ ન્યાયાલય ગણાશે અને તેમા સગવડ પુવૅક સમાઇ શકે તેટલા લોકોને ત્યાં પ્રવેશ મળી શકશે.

(૨) પેટા કલમ (૧) માં ગમે તે મજકૂર હોય તે છતા ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૬૪, કલમ-૬૫, કલમ-૬૬, કલમ-૬૭, કલમ-૬૮, કલમ-૭૦ અથવા કલમ-૭૧ અથવા જાતિય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબત અધિનિયમ ૨૦૧૨ની કલમો – ૪, ૬, ૮ અથવા કલમ-૧૦ હેઠળના ગુનાની તપાસ અને બળાત્કારની ઇન્સાફી કાયૅવાહી બંધ બારણે ચલાવવી જોઇશે. વધુમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે બંધ બારણે (ઇન કેમેરા) ઇન્સાફી કાયૅવાહી બને ત્યાં સુધી કોઇ સ્ત્રી જજ અથવા સ્ત્રી મેજિસ્ટ્રેટ દ્રારા ચલાવવામાં આવશે.

(૩) પેટા કલમ (૨) હેઠળ કોઇ કાયૅવાહી કરવામાં આવે ત્યારે ન્યાયાલયની પૂવૅ પરવાનગી સિવાય કોઇ વ્યકિત આવી કોઇ કાયૅવાહી અંગેની કોઇ બાબત છાપે અથવા પ્રસિધ્ધ કરે તે કાયદેસર ગણાશે નહી. પરંતુ એવી જોગવાઇ કરવામાં આવી છે કે પક્ષકારોના નામ અને સરનામાની ગુપ્તતા જાળવવાની શરતને અધીન રહીને ઇન્સાફી કાયૅવાહીઓ છાપવા કે પ્રસિધ્ધ કરવા ઉપરનો પ્રતિબંધ ઉઠાવી લઇ શકાશે.