ન્યાયાલય સમક્ષની ઇન્સાફી કાયૅવાહીમાં અસ્થિર મગજના આરોપીની બાબતમાં અનુસરવાની કાયૅરીતિ - કલમ : 368

ન્યાયાલય સમક્ષની ઇન્સાફી કાયૅવાહીમાં અસ્થિર મગજના આરોપીની બાબતમાં અનુસરવાની કાયૅરીતિ

(૧) મેજિસ્ટ્રેટ કે સેશન્સ ન્યાયાલય સમક્ષની કોઇ આરોપીની ઇન્સાફી કાર્યવાહી કરતી વખતે મેજિસ્ટ્રેટને કે ન્યાયાલયને એવું જણાય કે તે અસ્થિર મગજનો છે અને તેથી પોતાનો બચાવ કરી શકે તેમ નથી તો મેજિસ્ટ્રેટે કે ન્યાયાલયે પ્રથમ તબકકે તેના મગજની અસ્થિરતા અને અસામથૅયની હકીકત અંગે ઇન્સાફી કાયૅવાહી કરવી જોઇશે અને મેજિસ્ટ્રેટ કે ન્યાયાલયને પોતાની સમક્ષ રજૂ કરવામાં આવે તેવા તબીબી અને બીજા પુરાવા વિચારણામાં લીધા પછી તે હકીકત અંગે ખાતરી થાય તો તે મેજિસ્ટ્રેટ કે ન્યાયાલયે તે મતલબના નિણૅયની નોંધ કરીને કેસની આગળની કાયૅવાહી મુલતવી રાખવી જોઇશે.

(૨) જો ટ્રાયલ દરમ્યાન મેજિસ્ટ્રેટ કે સેશન્સ ન્યાયાલયને ઇન્સાફી કાયૅવાહી દરમ્યાન જો એવું જણાય કે આરોપી અસ્થિર મગજનો છે ત્યારે તે મેજિસ્ટ્રેટ કે સેશન્સ ન્યાયાલય આવી વ્યકિતને દેખરેખ અને ઇલાજ માટે મનોચિકિત્સક અથવા કિલનિકલ મનોવૈજ્ઞાનિક પાસે મોકલશે અને મનોચિકિત્સક અથવા કિલનિકલ મનોવૈજ્ઞાનિક યથાપ્રસંગ જે હોય તે મેજિસ્ટ્રેટને અથવા સેશન્સ ન્યાયાલયને એવો અહેવાલ આપશે કે આરોપી મગજની અસ્થિરતાથી પીડિત છે કે કેમ પરંતુ એવી જોગવાઇ કરવામાં આવી છે કે યથાપ્રસંગ મનોચિકિત્સક અથવા કિલનિકલ મનોવૈજ્ઞાનિક જે હોય તેના દ્રારા મેજિસ્ટ્રેટને આપેલ માહિતીથી જો આરોપી નારાજ હોય તો તે મેડિકલ બોર્ડ સમક્ષ એક અપીલ તૈયાર કરી શકશે આવા બોર્ડમાં

(એ) નજીકની સરકારી હોસ્પિટલમાંના મનોવૈજ્ઞાનિક એકમના વડા અને

(બી) નજીકની મેડિકલ કોલેજમાંના કોઇ મનોવૈજ્ઞાનિક ફેકલ્ટીના સભ્ય હશે.

(૩) જો એવા મેજિસ્ટ્રેટ કે ન્યાયાલય (સેશન્સ ન્યાયાલય) એવી માહિતી આપવામાં આવે કે પેટા કલમ

(૨) માં ઉલ્લેખ કરેલ વ્યકિત અસ્થિર મગજની છે તો મેજિસ્ટ્રેટ કે ન્યાયાલય (સેશન્સ ન્યાયાલય) આગળ નકકી કરશે કે મગજની અસ્થિરતાના આરોપી પોતાનો બચાવ કરવા અસમથૅ બનાવે છે કે કેમ અને જો આરોપી અસમથૅ જણાય તો મેજિસ્ટ્રેટ કે ન્યાયાલય (સેશન્સ ન્યાયાલય) તેમ કરવાના તારણ નોંધશે અને ફરીયાદ પક્ષ દ્રારા રજૂ કરવામાં આવેલ પુરાવાનો રેકર્ડ તપાસશે અને આરોપીના એડવોકેટને સાંભળ્યા બાદ પરંતુ આરોપીને પ્રશ્નો પૂછયા વિના જો તેમને એવું લાગે કે આરોપી વિરૂધ્ધ કોઇ પ્રથમદર્શનીય કેસ બનતો નથી ત્યારે તેઓ ઇન્સાફી કાર્યવાહી મુલતવી રાખવાને બદલે આરોપીને ડિસ્ચાજૅ કરશે અને તેના સબંધમાં કલમ-૩૬૯ હેઠળ ઠરાવેલ પધ્ધતિ પ્રમાણેની કાયૅવાહી કરશે.

પરંતુ જો મેજિસ્ટ્રેટને કે ન્યાયાલયને (સેશન્સ ન્યાયાલયને) એવું જણાય કે જેના સબંધમાં મગજની અસ્થિરતા અંગેનુ તારણ આવેલું છે તે આરોપી વિરૂધ્ધ પ્રથમદર્શનીય રીતે કેસ બને છે ત્યારે તે આરોપીની સારવાર માટે મનોચિકિત્સક અથવા કિલનિકલ મનોવૈજ્ઞાનિકના અભિપ્રાય મુજબના જરૂરી સમયગાળાની મુદત સુધી કાયૅવાહી મુલતવી રાખશે.

(૪) જો મેજિસ્ટ્રેટને કે ન્યાયાલયને (સેશન્સ ન્યાયાલય) એવું જણાય કે આરોપી વિરૂધ્ધ પ્રથમદર્શનીય રીતે કેસ બને છે અને બૌધ્ધિક અસક્ષમતાના કારણે આરોપી પોતાનો બચાવ કરવા અસમથૅ બનેલ છે ત્યારે મેજિસ્ટ્રેટ અથવા ન્યાયાલય ઇન્સાફી કાયૅવાહી હાથ ધરશે નહી અને આરોપી બાબતે કલમ ૩૬૯ ના અનુસંધાનમાં કાયૅવાહી કરવા હુકમ કરશે.