તપાસ કે ઇન્સાફી કાયૅવાહી ફરી ચાલુ કરવા બાબત - કલમ : 370

તપાસ કે ઇન્સાફી કાયૅવાહી ફરી ચાલુ કરવા બાબત

(૧) કલમ-૩૬૭ કે કલમ-૩૬૮ હેઠળ તપાસ કે ઇન્સાફી કાયૅવાહી મુલતવી રાખવામાં આવે ત્યારે યથાપ્રસંગ મેજિસ્ટ્રેટ અથવા ન્યાયાલય સબંધિત આરોપી અસ્થિર મગજનો હોતો બંધ થાય તે પછી કોઇપણ સમયે તપાસ કે ઇન્સાફી કાયૅવાહી ફરી ચાલુ કરી શકશે અને તે પોતાની સમક્ષ આરોપીને હાજર થવા કે રજૂ કરવા ફરમાવી શકશે.

(૨) આરોપી કલમ-૩૬૯ હેઠળ છોડવામાં આવ્યો હોય અને તેને હાજર કરવા માટેના જામીનો મેજિસ્ટ્રેટ કે ન્યાયાલય આ માટે નીમે તે અધિકારી સમક્ષ તેને રજુ કરે ત્યારે આરોપી પોતાનો બચાવ કરી શકે તેમ છે એવું તે અધિકારીનું પ્રમાણપત્ર પુરાવામાં સ્વીકારી શકાશે.