
મેજિસ્ટ્રેટ કે ન્યાયાલય સમક્ષ આરોપી હાજર થાય ત્યારે કાયૅરીતિ
(૧) યથાપ્રસંગ મેજિસ્ટ્રેટ કે ન્યાયાલય સમક્ષ આરોપી હાજર થાય અથવા તેને ફરીથી રજૂ કરવામાં આવે ત્યારે તે પોતાનો બચાવ કરી શકે તેમ છે એમ મેજિસ્ટ્રેટ કે ન્યાયાલયને લાગે તો તપાસ કે ઇન્સાફી કાયૅવાહી આગળ ચલાવવામાં આવશે.
(૨) આરોપી ત્યારે પણ પોતાનો બચાવ કરી શકે તેમ નથી એવું મેજિસ્ટ્રેટ કે ન્યાયાલયને લાગે તો કલમ-૩૬૭ અથવા કલમ-૩૬૮ ની જોગવાઇઓ અનુસાર તે કાયૅવાહી કરી શકશે અને આરોપી અસ્થિર મગજનો હોવાનું અને તેથી પોતાનો બચાવ કરી શકે તેમ નથી એવું જણાય તો તેણે કલમ-૩૬૯ ની જોગવાઇઓ અનુસાર તે આરોપી અંગે કાયૅવાહી કરવી જોઇશે.
Copyright©2023 - HelpLaw