આરોપી સ્થિર મગજનો હોવાનું જણાય ત્યારે કાયૅરીતિ - કલમ : 372

આરોપી સ્થિર મગજનો હોવાનું જણાય ત્યારે કાયૅરીતિ

તપાસ કે ઇન્સાફી કાયૅવાહી વખતે આરોપી સ્થિર મગજનો હોવાનું જણાય અને પોતાની સમક્ષ રજૂ થયેલા પુરાવા ઉપરથી મેજિસ્ટ્રેટને ખાતરી થાય કે આરોપીએ એવુ કૃત્ય કર્યું હોવાનું માનવાને કારણ છે કે જે કૃત્ય જો સ્થિર મગજનો હોત અને તેણે કર્યુ હોત તો ગુનો બનત અને એ કૃત્ય કરતી વખતે પોતાના મગજની અસ્થિરતાને કારણે તેનો પ્રકાર જાણવા અથવા તે ગેરકાયદેસર કે કાયદા વિરૂધ્ધ હોવાનું જાણવા તે અસમથૅ હતો ત્યારે મેજિસ્ટ્રેટે કેસ આગળ ચલાવવો જોઇશે અને આરોપીની ઇન્સાફી કાયૅવાહી સેશન્સ ન્યાયાલયે કરવાની હોય તો સેશન્સ ન્યાયાલય સમક્ષ ઇન્સાફી કાયૅવાહી માટે તેને કમિકટ કરવો જોઇશે.