
મગજની અસ્થિરતાને કારણે નિદોષ ઠરાવી છોડી મૂકવાનો ફેંસલો
કોઇ આરોપીએ જે સમયે કોઇ ગુનો કયૅાનું કહેવામાં આવતું હોય તે સમયે તે અસ્થિર મગજનો હોવાથી જે કૃત્યથી ગુનો બનતો હોવાનું કહેવામાં આવતું હોય તે કૃત્યનો પ્રકાર જાણવા અથવા તે ગેરકાયદે કે કયદા વિરૂધ્ધનું હોવાનું જાણવા પોતે અસમથૅ હતો એવા કારણે તેને નિદોષ ઠરાવી છોડી મૂકવામાં આવેલ હોય તો તે આરોપીએ કૃત્ય કર્યુ હતું કે નહી તે હકીકત નિણૅયમાં સ્પષ્ટ રીતે જણાવવી જોઇશે.
Copyright©2023 - HelpLaw