
મગજની અસ્થિરતાને કારણે નિદોષ ઠરાવી છોડી મૂકાયેલ વ્યકિતને સલામત કસ્ટડીમાં રાખવા બાબત
(૧) સદરહુ નિણૅયમાં એમ જણાવ્યુ હોય કે આરોપીએ કહેવાતું કૃત્ય કર્યું છે અને જો તે કૃત્ય એવું હોય કે આરોપી અસ્થિર મગજનો હોવાનું જણાયું ન હોય તો તેથી કોઇ ગુનો બનત તો જેની સમક્ષ તે વ્યકિતની ઇન્સાફી કાયૅવાહી ચાલતી હોય તે મેજિસ્ટ્રેટે કે ન્યાયાલયે
(એ) પોતાને યોગ્ય લાગે તેવી જગ્યાએ અને તેવી રીતે તે વ્યકિતને સલામત કસ્ટડીમાં રાખવાનો હુકમ કરવો જોઇશે અથવા
(બી) તે વ્યકિતને તેના કોઇ સગા કે મિત્રને સોંપવાનો હુકમ કરવો જોઇશે.
(૨) માનસિક આરોગ્ય અધિનિયમ ૨૦૧૭ (૨૦૧૭ના ૧૦માં) હેઠળ રાજય સરકારે કરેલા હોય તે નિયમો અનુસાર હોય તે સિવાયની રીતે પેટા કલમ (૧) ના ખંડ (એ) હેઠળ આરોપીને જાહેર માનસિક આરોગ્ય સંસ્થામાં રાખવાનો હુકમ કરી શકાશે નહી.
(૩) કોઇ સગા કે મિત્રની અરજી ઉપરથી હોય અને મેજિસ્ટ્રેટ કે ન્યાયાલયને ખાતરી થાય એવી તે સોંપાનાર વ્યકિત અંગે નીચે પ્રમાણે કરવાની તે જામીનગીરી આપે તે સિવાય તે વ્યકિતને કોઇ સગા કે મિત્રને સોંપવાનો પેટા કલમ (૧) ના ખંડ (એ) હેઠળ હુકમ કરી શકાશે નહી.
(એ) તેની બરાબર સંભાળ રાખવામાં આવશે અને પોતાની જાતને કે અન્ય વ્યકિતને તે ઇજા ન કરી બેસે તેની તકેદારી રાખવામાં આવશે.
(બી) રાજય સરકાર ફરમાવે તે અધિકારીની તપાસણી માટે અને તે સમયે તથા સ્થળે તેને રજૂ કરવામાં આવશે.
(૪) મેજિસ્ટ્રેટ કે ન્યાયાલયે પેટા કલમ (૧) હેઠળ લીધેલા પગલાંનો રાજય સરકારને રિપોટૅ કરવો જોઇશે.
Copyright©2023 - HelpLaw