
અસ્થિર મગજનો કેદી પોતાનો બચાવ કરી શકે તેમ છે એવો રિપોટૅ મળે ત્યારે કાયૅરીતિ
જો કોઇ વ્યકિતને કલમ-૩૬૯ ની પેટા કલમ (૨) ની જોગવાઇઓ હેઠળ અટકમાં રાખેલ હોય અને કોઇ જેલમાં રાખેલ વ્યકિત બાબતમાં જેલોના ઇન્સ્પેકટર જનરલ અથવા કોઈ જાહેર માનસિક આરોગ્ય સંસ્થામાં રાખેલ વ્યકિત બાબતમાં માનસિક આરોગ્ય અધિનિયમ ૨૦૧૭ (૨૦૧૭ના ૧૦માં) હેઠળ રચાયેલ માનસિક આરોગ્ય રિવ્યું બોડૅ એવું પ્રમાણિત કરે કે તેના કે તેમના અભિપ્રાય મુજબ તે વ્યકિત પોતાનો બચાવ કરી શકે તેમ છે ત્યારે યથાપ્રસંગ મેજિસ્ટ્રેટે કે ન્યાયાલય નકકી કરે તે સમયે તેની સમક્ષ તે વ્યકિતને લઇ જવામાં આવશે અને તે મેજિસ્ટ્રેટે કે ન્યાયાલયે કલમ-૩૭૧ ની જોગવાઇઓ મુજબ તે વ્યકિત અંગે કાયૅવાહી કરવી જોઇશે અને ઉપયુકત ઇન્સ્પેકટર જનરલ કે મુલાકાતીઓનું પ્રમાણપત્ર પુરાવામાં સ્વીકારી શકાશે.
Copyright©2023 - HelpLaw