અટકમાં રખાયેલ અસ્થિર મગજની વ્યકિતને મુકત થવા યોગ્ય જાહેર કરાય ત્યારે કાયૅરીતિ - કલમ : 377

અટકમાં રખાયેલ અસ્થિર મગજની વ્યકિતને મુકત થવા યોગ્ય જાહેર કરાય ત્યારે કાયૅરીતિ

(૧) સદરહુ વ્યકિતને કલમ-૩૬૯ ની પેટા કલમ (૨) ની અથવા કલમ-૩૭૪ ની જોગવાઇઓ હેઠળ અટકમાં રાખેલ હોય અને એવા ઇન્સ્પેકટર જનરલ કે મુલાકાતીઓ પ્રમાણિત કરે કે તે વ્યકિતને તેની કે તેમની માન્યતા પ્રમાણે તે પોતાને કે અન્ય કોઇ વ્યકિતને ઇજા કરી બેસે એવો ભય રાખ્યા વિના તેને મુકત કરી શકાય તેમ છે તો તે ઉપરથી રાજય સરકાર તે વ્યકિતને મુકત કરવાનો અથવા કસ્ટડીમાં રાખવાનો અથવા તેને કોઈ જાહેર માનસિક આરોગ્ય સંસ્થામાં મોકલી આપેલ ન હોય તો તેને એવી સંસ્થામાં મોકલી દેવાનો હુકમ કરી શકશે અને જાહેર માનસિક આરોગ્ય સંસ્થામાં મોકલી આપવાનો હુકમ કરે તો ન્યાયાધિકારી અને બે તબીબી અધિકારીઓનું બનેલું કમિશન નીમી શકશે.

(૨) તે કમિશને જરૂરી હોય તેવો પુરાવો લઇ તે વ્યકિતના મગજની સ્થિતિ વિષે રીતસરની તપાસ કરીને રાજય સરકારને રિપોટૅ કરવો જોઇશે અને રાજય સરકાર પોતાને યોગ્ય લાગે તે પ્રમાણે તે વ્યકિતને મુકત કરવાનો અથવા અટકમાં રાખવાનો હુકમ કરી શકશે.