
કલમ-૨૧૫ માં જણાવેલા કેસોમાં કાયૅરીતિ
(૧) પોતાને એ માટે મળેલી અરજી ઉપરથી કે બીજી રીતે કોઇ ન્યાયાલયનો અભિપ્રાય એવો થાય કે યથાપ્રસંગ તે ન્યાયાલયની કોઇ કાયૅવાહીમાં અથવા તેના સંબંધમાં કર્યું બ હોવાનું જણાવતુ હોય તેવા કલમ-૨૧૫ ની પેટા કલમ (૧) ના ખંડ (બી) માં ઉલ્લેખાયેલા કોઇ ગુના અંગે અથવા તે ન્યાયાલયની કાયૅવાહીમાં રજૂ થયેલ કે પુરાવામાં અપાયેલ દસ્તાવેજ અંગે તપાસ કરવી ન્યાયના હિતમાં ઇષ્ટ છે તો પોતાને જરૂરી લાગે તેવી પ્રાથમિક તપાસ કરવી હોય તો તે કયૅા પછી તે ન્યાયાલય નીચે પ્રમાણે કરી શકશે.
(એ) એ મતલબનો લેખિત નિણૅય નોંધી શકશે.
(બી) તેની લેખિત ફરિયાદ કરી શકશે.
(સી) હકૂમત ધરાવતા પહેલા વગૅના મેજિસ્ટ્રેટને તે મોકલી શકશે.
(ડી) તે મેજિસ્ટ્રેટ સમક્ષ આરોપી હારજ રહે તે માટે પૂરતી જામીનગીરી લઇ શકશે અથવા જો કહેવાતો ગુનો બિન જામીની હોય અને ન્યાયાલયને તેમ કરવું જરૂરી જણાય તો આરોપીને તે મેજિસ્ટ્રેટ સમક્ષ પહેરા હેઠળ મોકલી શકશે અને
(ઇ) એવા મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થવા અને પુરાવો આપવા કોઇ વ્યકિતનો મુચરકો લઇ શકશે.
(૨) ન્યાયાલયે કોઇ ગુનાના સબંધમાં પેટા કલમ (૧) થી ન્યાયાલયને મળેલી સતા જયારે પણ તે ગુનાના સબંધમાં એવી કોઇ પેટા કલમ (૧) મુજબ ફરિયાદ કરી ન હોય અથવા એવી ફરિયાદ કરવા માટેની અરજી નામંજૂર કરી ન હોય ત્યારે એવું ન્યાયાલય કલમ-૨૧૫ ની પેટા કલમ (૪) ના અથૅ મુજબ જેની સતા નીચે હોય તે ન્યાયાલય વાપરી શકશે.
(૩) આ કલમ હેઠળ કરાયેલ કોઇ ફરિયાદમાં નીચેનાએ સહી કરવી જોઇશે. (એ) ફરિયાદ કરનાર ન્યાયાલય ઉચ્ચન્યાયાલય હોય ત્યારે તે ન્યાયાલય નીમે તેવા તે ન્યાયાલયના અધિકારીએ
(બી) બીજા કોઇ કેસમાં ન્યાયાલયના પ્રિસાઇડિંગ અધિકારીએ અથવા ન્યાયાલય આ અર્થે લેખિતમાં અધિકૃત કરે તેવા ન્યાયાલયના અધિકારીએ
(૪) આ કલમમાં ન્યાયાલય નો અથૅ કલમ-૨૧૫ માં જે અથૅ થાય તે જ છે.
Copyright©2023 - HelpLaw