
અપીલ
(૧) જેની અરજી ઉપરથી ઉચ્ચન્યાયાલય સિવાયના કોઇપણ ન્યાયાલયે કલમ-૩૭૯ ની પેટા કલમ (૧) કે પેટા કલમ (૨) મુજબ ફરિયાદ કરવાની ના પાડી હોય અથવા જેની સામે તેવા ન્યાયાલયે એવી ફરિયાદ કરેલ હોય તે વ્યકિત કલમ-૨૧૫ ની પેટા કલમ (૪) ના અથૅ મુજબ એવું ન્યાયાલય જેની સતા નીચે હોય તે ન્યાયાલયને અપીલ કરી શકશે અને તેમ થયે ઉપલું ન્યાયાલય સબંધિત પક્ષકારોને નોટીશ આપ્યા પછી યથાપ્રસંગ તે ફરિયાદ પાછી ખેંચી લેવાનો અથવા કલમ-૩૭૯ હેઠળ અગાઉ જણાવેલ ન્યાયાલય કરી શકયું હોય તે ફરિયાદ કરવાનો આદેશ આપી શકશે અને તે એવી ફરિયાદ કરે તો તે કલમની જોગવાઇઓ તે અનુસાર લાગુ પડશે.
(૨) આ કલમ હેઠળનો હુકમ અને એવા કોઇ હુકમને અધીન રહીને કલમ-૩૭૯ હેઠળનો કોઇ હુકમ આખરી ગણાશે અને તેની ફેરતપાસ થઇ શકશે નહી.
Copyright©2023 - HelpLaw