વિચારણા શરૂ કરતા મેજિસ્ટ્રેટે અનુસરવાની કાયૅરીતિ - કલમ : 382

વિચારણા શરૂ કરતા મેજિસ્ટ્રેટે અનુસરવાની કાયૅરીતિ

(૧) કલમ-૩૭૯ કે કલમ-૩૮૦ હેઠળ જેને ફરિયાદ કરવામાં આવી હોય તે મેજિસ્ટ્રેટે પ્રકરણ-૧૬માં ગમે તે મજકુર હોય તે છતા શકય હોય ત્યાં સુધી તે પોલીસ રિપોટૅ ઉપરથી શરૂ કરવામાં આવી હોય તેમ તે અંગે આગળ કાયૅવાહી કરવી જોઇશે.

(૨) એવા મેજિસ્ટ્રેટના અથવા જેને તે કેસ સોંપવામાં આવ્યો હોય તે બીજા મેજિસ્ટ્રેટના ધ્યાન પર એવું લાવવામાં આવે કે જે ન્યાયિક કાયૅવાહીમાંથી તે બાબત ઉપસ્થિત થઇ છે તે કાયૅવાહીમાં થયેલા નિણૅય સામેની અપીલનો નિકાલ બાકી છે ત્યારે કોઇપણ તબકકે પોતાને યોગ્ય લાગે તો તે કાયૅવાહીમાં અપીલનો નિણૅય થતાં સુધી તે કેસની સુનાવણી મુલતવી રાખી શકશે.