ખોટો પુરાવો આપવા અંગેની ઇન્સાફી કાયૅવાહી સંક્ષિપ્ત રીતે ચલાવવા બાબત - કલમ : 383

ખોટો પુરાવો આપવા અંગેની ઇન્સાફી કાયૅવાહી સંક્ષિપ્ત રીતે ચલાવવા બાબત

(૧) કોઇ ન્યાયિક કાયૅવાહીનો નિકાલ કરતો કોઇ ફેસલો કે આખરી હુકમ સંભળાવતી વખતે સેશન્સ ન્યાયાલય કે પહેલા વગૅના મેજિસ્ટ્રેટ એવા મતલબનો અભિપ્રાય નોંધે કે એવી કાયૅવાહીમાં હાજર રહેતા કોઇપણ સાક્ષીએ જાણી જોઇને કે જાણીબુઝીને ખોટો પુરાવો આપ્યો હતો અથવા એવી કાયૅવાહીમાં એવા પુરાવાનો ઉપયોગ થાય તેવા ઇરાદાથી ખોટો પુરાવો ઊભો કર્યો હતો તો ન્યાયાલય કે મેજિસ્ટ્રેટને ખાતરી થાય કે યથાપ્રસંગ ખોટો પુરાવો આપવા અથવા ઊભો કરવા માટે સાક્ષીની સંક્ષિપ્ત ઇન્સાફી કાયૅવાહી કરવાનું ન્યાયના હિતમાં જરૂરી અને ઇષ્ટ છે તો તે ગુનાની વિચારણા શરૂ કરી શકશે અને ગુનેગારને એવા ગુના માટે શિક્ષા શા માટે ન કરવી જોઇએ તેનું કારણ દર્શાવવાની વાજબી તક આપ્યા પછી એવા ગુનેગારની સંક્ષિપ્ત રીતે ઇન્સાફી કાયૅવાહી કરી શકશે અને તેને ત્રણ મહિના સુધીની કેદની અથવા એક હજાર રૂપિયા સુધીના દંડની સજા અથવા બંને સજા કરી શકશે.

(૨) એવા દરેક કેસમાં ન્યાયાલય શકય હોય તેટલે સુધી સંક્ષિપ્ત રીતે ઇન્સાફી કાયૅવાહી કરવા માટે ઠરાવાયેલી કાયૅરીતિ અનુસરવી જોઇશે.

(3) જયારે ન્યાયાલય આ કલમ હેઠળ કાયૅવાહી કરવાનું પસંદ ન કરે ત્યારે તે ગુના માટે કલમ-૩૭૯ હેઠળ ફરિયાદ કરવાની ન્યાયાલયની સતાને આ કલમના કોઇપણ મજકૂરથી બાધ આવશે નહી.

(૪) પેટા કલમ (૧) હેઠળ કોઇ કાયૅવાહી શરૂ કરવામાં આવી હોય તે પછી સેશન્સ ન્યાયાલય કે પહેલા વગૅના મેજિસ્ટ્રેટને એવું બતાવવામાં આવે કે જેમાં તે પેટા કલમમાં જણાવેલ અભિપ્રાય નોંધવામાં આવ્યો હતો તે ફેંસલા કે હુકમ વિરૂધ્ધ અપીલ કે ફેરતપાસની અરજી થયેલ છે તો તે ન્યાયાલયે અથવા મેજિસ્ટ્રેટે તે અપીલ કે ફેરતપાસની અરજીનો નિકાલ થતાં સુધી ઇન્સાફી કાયૅવાહીની વધુ કાયૅવાહી સ્થગિત કરવી જોઇશે અને તેમ થયે ઇન્સાફી કાયૅવાહીની વધુ કાયૅવાહી અપીલ કે ફેરતપાસની અરજીના પરિણામ અનુસાર થશે.