
કેસની કાયૅવાહી કલમ-૩૮૪ હેઠળ કરવી ન જોઇએ એમ ન્યાયાલયને લાગે ત્યારે કાયૅરીતિ
(૧) કોઇ કેસમાં ન્યાયાલયને એમ લાગે કે કલમ-૩૮૪ માં ઉલ્લેખાયેલા અને પોતાના દેખતાં કે પોતાની હાજરીમાં થયેલા કોઇ ગુનાના આરોપીને દંડ ન ભરવા બદલ હોય તે સિવાયની કેદની સજા થવી જોઇએ અથવા તેને બસો રૂપિયાથી વધુ રકમનો દંડ કરવો જોઇએ અથવા બીજા કોઇ કારણોસર તે ન્યાયાલયનો અભિપ્રાય એવો થાય કે કલમ-૩૮૪ હેઠળ તે કેસનો નિકાલ ન કરવો જોઇએ તો તે ન્યાયાલય જે હકીકતોથી ગુનો બનતો હોય તેની અને આરોપીના કથનની આ સંહિતામાં આ પહેલા જોગવાઇ કયૅગ પ્રમાણે લેખિત નોંધ કરીને તે ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરવાની હકૂમત ધરાવતા મેજિસ્ટ્રેટને તે કેસ મોકલી શકશે અને આરોપી તે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થાય તે માટે જામીનગીરી આપવા ફરમાવી શકશે અથવા જો પૂરતી જામીનગીરી આપવામાં ન આવે તો તે વ્યકિતને તે મજિસ્ટ્રેટ સમક્ષ પહેરા હેઠળ મોકલી આપશે.
(૨) આ કલમ હેઠળ જેને કોઇ કેસ મોકલવામાં આવે તે મેજિસ્ટ્રેટે શકય હોય તેટલે સુધી તે કેસની કાયૅવાહી પોલીસ રિપોટૅ ઉપરથી શરૂ કરવામાં આવેલ હોય તેમ તેની આગળ કાયૅવાહી કરવી જોઇશે.
Copyright©2023 - HelpLaw