
ગુનેગાર માફી માગે તો તેને છોડી દેવા બાબત
જે કરવાનું કાયદેસર રીતે ગુનેગારને ફરમાવવામાં આવ્યુ તે કાયૅ કરવાની ના પાડવા માટે કે તે ન કરવા માટે અથવા ઇરાદા પૂવૅક અપમાન કે દખલ કરવા માટે તેને કોઇ ન્યાયાલય કલમ-૩૮૪ હેઠળ શિક્ષા કરવાનો નિણૅય કયો હોય અથવા કલમ-૩૮૫ હેઠળ ઇન્સાફી કાયૅવાહી માટે તેને કોઇ મેજિસ્ટ્રેટ પાસે મોકલી આપ્યો હોય ત્યારે તે ગુનેગાર ન્યાયાલયના હુકમ કે ફરમાનને માન આપે અથવા ન્યાયાલયને સંતોષ થાય એ રીતે માફી મો તે ઉપરથી તે ન્યાયાલય પોતાની વિવેકબુધ્ધિ અનુસાર તેને છોડી મૂકશે અથવા કરેલી શિક્ષા માફ કરી શકશે.
Copyright©2023 - HelpLaw