જવાબ આપવાની અથવા દસ્તાવેજ રજૂ કરવાની ના પાડનાર વ્યકિતને કેદની શિક્ષા કરવા કે કસ્ટડીમાં રાખવા બાબત - કલમ : 388

જવાબ આપવાની અથવા દસ્તાવેજ રજૂ કરવાની ના પાડનાર વ્યકિતને કેદની શિક્ષા કરવા કે કસ્ટડીમાં રાખવા બાબત

ફોજદારી ન્યાયાલય સમક્ષ કોઇ દસ્તાવેજ કે વસ્તુ રજૂ કરવા બોલાવેલ કોઇ સાક્ષી કે વ્યકિત તેને પૂછવામાં આવેલ તે પ્રશ્નોના જવાબ આપવાની અથવા ન્યાયાલય તેને રજુ કરવા ફરમાવે તે તેના કબ્જામાંનો કે અધિકાર હેઠળનો દસ્તાવેજ કે વસ્તુ રજૂ કરવાની ના પાડે અને એવી રીતે ના પાડવાનું કોઇ વાજબી કારણ બતાવવા તેને વાજબી તક આપ્યા પછી તેવું કારણ ન બતાવે તો તે ન્યાયાલય કારણોની લેખીત નોંધ કરીને તે વ્યકિત જુબાની આપવા અને જવાબ આપવા અથવા દસ્તાવેજ કે વસ્તુ રજૂ કરવા સંમત ન થાય ત્યાં સુધી તેને વધુમાં વધુ સાત દિવસ સુધીની સાદી કેદની સજા કરી શકશે અથવા પ્રમુખ મેજિસ્ટ્રેટ કે જજની સહીથી વોરંટ કાઢીને તેને વધુમાં વધુ સાત દિવસ સુધી ન્યાયાલયના કોઇ અધિકારીની કસ્ટડીમાં રાખી શકશે અને તે વ્યકિત ના પાડવાનું ચાલુ રાખે તો કલમ-૩૮૪ અથવા કલમ-૩૮૫ ની જોગવાઇઓ અનુસાર તેની સામે કાયૅવાહી કરી શકશે.