
સમન્સને અનુલક્ષીને સાક્ષાી હાજર ન રહે તો તે માટે શિક્ષા કરવા માટેની સંક્ષિપ્ત કાયૅવાહી
(૧) ફોજદારી ન્યાયાલય સમક્ષ હાજર થવા સમન્સથી બોલાવેલ કોઇ સાક્ષી સમન્સને અનુસરીને નિયત સ્થળે અને સમયે હાજર રહેવા કાયદાથી બંધાયેલ હોય અને વાજબી કારણ વિના તે સ્થળે કે સમયે હાજર ન રહે કે હાજર રહેવાની ના પાડે અથવા જે જગ્યાએ તેણે હાજર રહેવાનું હોય ત્યાંથી જે સમયે તે કાયદેસર રીતે જઇ શકે તે પહેલા ચાલ્યો જાય અને જેની સમક્ષ તે સાક્ષીને હાજર થવાનું હોય તે ન્યાયાલયને એવી ખાતરી થાય કે તેની સામે સંક્ષિપ્ત ઇન્સાફી કાયૅવાહી કરવી ન્યાયના હિતમાં ઇષ્ટ છે તો તે ન્યાયાલય ગુનાની ઇન્સાફી કાયૅવાહી શરૂ કરી શકશે અને આ કલમ હેઠળ તેને શા માટે શિક્ષા ન કરવી જોઇએ તેનુ કારણ દર્શાવવાની ગુનેગારને તક આપ્યા પછી તેને પાંચસો રૂપીયા સુધીના દંડની સજા કરી શકશે.
(૨) આવા દરેક કેસમાં ન્યાયાલય શકય હોય ત્યાં સુધી સંક્ષિપ્ત ઇન્સાફી કાયૅવાહી માટે ઠરાવાયેલી કાયૅરીતિને અનુસરવું જોઇશે.
Copyright©2023 - HelpLaw