
કેટલાક જજ અને મેજિસ્ટ્રેટોએ પોતાની સમક્ષ થયેલા કેટલાક ગુનાઓની ઇન્સાફી કાયૅવાહી ન કરવા બાબત
કલમો-૩૮૩, ૩૮૪, ૩૮૮ અને ૩૮૯ માં ઠરાવ્યું હોય તે સિવાય (ઉચ્ચન્યાયાલયના જજ સિવાયના) ફોજદારી ન્યાયાલયના કોઇ જજ કે મેજીસ્ટ્રેટ કલમ-૨૧૫ માં ઉલ્લેખાયેલો કોઇ ગુનો પોતાની સમક્ષ કે પોતાના અધિકારનો તિરસ્કાર થાય એ રીતે કરવામાં આવે અથવા કોઇ ન્યાયિક કાયૅવાહી દરમ્યાન એવા જજ કે મેજિસ્ટ્રેટ તરીકે પોતાના ધ્યાન ઉપર લાવવામાં આવે ત્યારે તે ગુના માટે કોઇ વ્યકિત સામે ઇન્સાફી કાયૅવાહી કરી શકશે નહી.
Copyright©2023 - HelpLaw