
(૧) અવ્વલ હકૂમત ધરાવતા ફોજદારી ન્યાયાલયની દરેક ઇન્સાફી કાયૅવાહીનો પ્રમુખ અધિકારીએ ખુલ્લા ન્યાયાલયમાં અને ઇન્સાફી કાયૅવાહી પૂરી થયા પછી તરત અથવા પક્ષકારોને કે તેમના વકીલોને જેની નોટીશ આપવામાં આવી હોય તેવા ૪૫ દિવસોથી વધુ ન હોય તેવા ત્યાર પછીના કોઇ સમયે નીચે પ્રમાણે સંભળાવવો જોઇશે.
(એ) આખો ફેંસલો લખાવીને અથવા
(બી) આખો ફેંસલો વાંચીને અથવા
(સી) આરોપી કે તેનો વકીલ સમજતો હોય તે ભાષામાં ફેસલાનો અસરકતૅ ભાગ વાંચીને અને ફેંસલાનો સારાંશ સમજાવીને
(૨) પેટા કલમ (૧) ના ખંડ (એ) હેઠળ ફેંસલો લખાવવામાં આવ્યો હોય ત્યારે પ્રમુખ અધિકારીએ તેને લઘુલિપિમાં લખી લેવડાવવો જોઇશે તેના ઉપરથી વાચ્ય લિપિમાં તે તૈયાર થાય કે તરત તેની ઉપર અને તેના દરેક પાના ઉપર સહી કરવી જોઇશે અને ખુલ્લી ન્યાયાલયમાં ફેંસલો લખાવ્યાની તારીખ તેમાં લખવી જોઇશે.
(૩) યથાપ્રસંગ પેટા કલમ (૧) ના ખંડ (બી) કે ખંડ (સી) હેઠળ ફેંસલો કે તેનો અસરકગ ભાગ વાંચવામાં આવ્યો હોય ત્યારે પ્રમુખ અધિકારીએ ખુલ્લા ન્યાયાલયમાં તેની ઉપર તારીખ નાખીને સહી કરવી જોઇશે અને તેમણે જાતે ફેંસલો લખ્યો ન હોય તો ફેંસલાના દરેક પાના ઉપર તેણે સહી કરવી જોઇશે.
(૪) પેટા કલમ (૧) ના ખંડ (સી) માં નિર્દિષ્ટ કરેલી રીતે ફેંસલો સંભળાવવામાં આવ્યો હોય ત્યારે સમગ્ર ફેંસલો કે તેની નકલ પક્ષકારો કે તેમના વકીલોને વાંચવા માટે વિના મૂલ્યે તરત મળી શકે તેવી ગોઠવણ કરવી જોઇશે.
પરંતુ ન્યાયાલ વ્યવહાયૅ હોય ત્યાં સુધી તેના પોટૅલ ઉપર જજમેન્ટની તારીખના ૭ દિવસની અંદર જજમેન્ટની નકલ અપલોડ કરશે.
(૫) આરોપી કસ્ટડીમાં હોય તો તેને ફેંસલો અપાતો સાંભળવા માટે રૂબરૂ કે ઓડીયો વિડિયો ઇલેકટ્રોનિક સાધનો મારફતે રજૂ કરવો જોઇશે.
(૬) આરોપી કસ્ટડીમાં ન હોય તો ઇન્સાફી કાયૅવાહી દરમ્યાન તેણે જાતે હાજર રહેવાનું જરૂરી માનેલ ન હોય અને સજા ફકત દંડની હોય અથવા તેને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હોય તે સિવાય ન્યાયાલયે તેને ફેંસલો અપાતો સાંભળવા માટે તેને હાજર થવા ફરમાવવું જોઇશે. પરંતુ એક કરતા વધુ આરોપીઓ હોય અને તેમાંના એક કે વધુ જે તારીખે ફેંસલો સંભળાવવાનો હોય તે તારીખે ન્યાયાલયમાં હાજર ન રહે ત્યારે પ્રમુખ અધિકારી કેસના નિકાલમાં અયોગ્ય વિલંબ ટાળવા માટે તેમની ગેરહાજરી હોવા છતા ફેંસલો સંભળાવી શકશે.
(૭) કોઇ ફોજદારી ન્યાયાલયે આપેલો ફેંસલો તે આપવા માટે જાહેર કરાયેલી તારીખ કે સ્થળે કોઇ પક્ષકાર કે તેના વકીલની ગેરહાજરીને કારણે અથવા તે તારીખ કે સ્થળની નોટીશ પક્ષકારો કે તેમના વકીલો અથવા તે પૈકીના કોઇને બજાવવામાં કસૂર થવાને કારણે કે બજાવવામાં ખામી હોવાને કારણે જ ગેરકાયદેસર ગણાશે નહી.
(૮) કલમ-૫૧૧ ની જોગવાઇઓની વ્યાપ્તીને આ કલમનો કોઇપણ મજકૂર મયૅવાદિત કરતો હોવાનું સમજવું નહી.
Copyright©2023 - HelpLaw