
ભોગ બનનારાઓની સારવાર
કેન્દ્ર સરકાર રાજય સરકાર સ્થાનિક સતામંડળ અથવા અન્ય કોઇ વ્યકિત દ્રારા ચલાવાતી તમામ સરકારી કે ખાનગી હોસ્પિટલ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૬૪, કલમ-૬૫, કલમ-૬૬, કલમ-૬૭, કલમ-૬૮, કલમ-૭૦, કલમ-૭૧ અથવા કલમ-૧૨૪ ની પેટા કલમ (૧) હેઠળ અથવા જાતિય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબત અધિનિયમ ૨૦૧૨ (૨૦૧૨નો ૩૨ મો) ની કલમો-૪, ૬, ૮ અથવા કલમ-૧૦ હેઠળ સમાવિષ્ટ કોઇપણ ગુનાના ભોગ બનનારાઓને તાત્કાલિક પ્રાથમિક ઉપચાર અથવા તબીબી સારવાર વીનામૂલ્યે પૂરી પાડશે અને આવા બનાવ અંગે પોલીસને તાત્કાલિક જાણ કરશે.
Copyright©2023 - HelpLaw