
વિના કારણે પકડવામાં આવેલ વ્યકિતને વળતર આપવા બાબત
(૧) કોઇ વ્યકિત અન્ય વ્યકિતને કોઇ પોલીસ અધિકારી પાસે પકડાવે ત્યારે તે કેસની કાયૅવાહી કરનાર મેજિસ્ટ્રેટને લાગે કે એવી ધરપકડ કરાવવા માટે પૂરતુ કારણ ન હતું તો તે મેજિસ્ટ્રેટ એ રીતે પકડાયેલ વ્યકિતને તે અંગે તેનો સમય બગડયો તે માટે અને તેને થયેલા ખચૅ માટે તેને એ રીતે પકડાવનાર વ્યકિત પાસેથી પોતાને યોગ્ય લાગે તેટલું એક હજાર રૂપિયા સુધીનું વળતર અપાવી શકશે.
(૨) એવી રીતે એકથી વધુ વ્યકિતઓને પકડવામાં આવેલ હોય તો મેજિસ્ટ્રેટ તે દરેક વ્યકિતને એ જ રીતે પોતાને યોગ્ય લાગે તેવું એક હજાર રૂપિયા સુધીનું વળતર અપાવી શકશે.
(૩) આ કલમ હેઠળ અપાવેલું તમામ વળતર તે દંડ હોય તેમ વસૂલ કરી શકાશે અને જો તે રીતે વસૂલ ન કરી શકાય તો જે વ્યકિતએ તે આપવાનું હોય તેને મેજિસ્ટ્રેટ આદેશ આપે તે પ્રમાણે ત્રીસ દિવસ સુધીની સાદી કેદની સજા કરવામાં આવશે સિવાય કે તે રકમ વહેલી ભરી દેવામાં આવે.
Copyright©2023 - HelpLaw