કેટલાક કેસોમાં ખાસ કારણોની નોંધ કરવા બાબત - કલમ ; 402

કેટલાક કેસોમાં ખાસ કારણોની નોંધ કરવા બાબત

કોઇ કેસમાં ન્યાયાલય નીચે પ્રમાણે કાયૅવાહી કરી શકી હોત પરંતુ તેણે તેમ કરેલ ન હોય ત્યારે તેમ ન કયૅવાના ખાસ કારણોની તેણે ફેંસલામાં નોંધ કરવી જોઇશે.

(એ) આરોપીની કલમ-૪૦૧ હેઠળ અથવા ગુનેગાર પ્રોબેશન અધિનિયમ ૧૯૫૮ (૧૯૫૮નો ૨૦મો) ની જોગવાઇઓ હેઠળ કાયૅવાહી અથવા

(બી) બાળ ન્યાય (બાળકોની કાળજી અને રક્ષણ બાબત) અધિનિયમ ૨૦૧૫ (૨૦૧૬નો ૨જો) અથવા બાળ ગુનેગારો પ્રત્યે વ્યવહાર તેમની તાલીમ અથવા પુનઃસ્થાપન માટે તે સમયે અમલમાં હોય તેવા બીજા કોઇપણ કાયદા હેઠળ બાળ ગુનેગારો અંગેની કાયૅવાહી