સેશન્સ ન્યાયાલયે જિલ્લા મેજિસ્ટ્રેટને નિણૅયની અને સજાના હુકમની નકલ મોકલવા બાબત - કલમ : 406

સેશન્સ ન્યાયાલયે જિલ્લા મેજિસ્ટ્રેટને નિણૅયની અને સજાના હુકમની નકલ મોકલવા બાબત

સેશન્સ ન્યાયાલયે કે ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટે ઇન્સાફી કાયૅવાહી કરેલ હોય તેવા કેસોમાં યથાપ્રસંગ ન્યાયાલયે કે તે મેજિસ્ટ્રેટે પોતાના નિણૅયની અને સજાનો હુકમ કર્યા હોય તો તેની નકલ જેની સ્થાનિક હકૂમતમાં ઇન્સાફી કાયૅવાહી થયેલ હોય તે જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવી જોઇશે.