
સેશન્સ ન્યાયાલયે મોતની સજાની હુકમ બહાલી માટે સાદર કરવા બાબત
(૧) સેશન્સ ન્યાયાલય મોતની સજા કરે ત્યારે કાયૅવાહી ઉચ્ચન્યાયાલયને તુરત સાદર કરવી જોઇશે અને ઉચ્ચન્યાયાલય તેને બહાલ ન રાખે તો સજાના હુકમનો અમલ કરી શકાશે નહી.
(૨) સજા કરતું ન્યાયાલય દોષિત ઠરેલ વ્યકિતને વોરંટ હેઠળ જેલની કસ્ટડીમાં મોકલશે.
Copyright©2023 - HelpLaw