
સજાનો હુકમ બહાલ રાખવાની અથવા ગુના સાબિતી રદ કરવાની ઉચ્ચન્યાયાલયની સતા
કલમ-૪૦૭ હેઠળ સાદર કરેલા કેસમાં ઉચ્ચન્યાયાલય નીચે પ્રમાણે કરી શકશે.
(એ) સજા બહાલ રાખી શકશે અથવા કાયદા અનુસાર કરી શકાય તે બીજી કોઇ સજા ફરમાવી શકશે અથવા
(બી) ગુના સાબિતી રદ કરી શકશે અને જેના માટે સેશન્સ ન્યાયાલય આરોપીને દોષિત ઠરાવી શકી હોત તેવા બીજા કોઇ ગુના માટે તેને દોષિત ઠરાવી શકશે અથવા તે જ ત્હોમતનામા કે સુધારેલા ત્હોમતનામા ઉપરથી નવી ઇન્સાફી કાયૅવાહી કરવાનો હુકમ કરી શકશે અથવા
(સી) આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકશે.
પરંતુ અપીલ જે મુદતમાં રજૂ કરી શકાતી હોય તે મુદત પૂરી ન થાય ત્યાં સુધી અથવા એવી મુદતમાં અપીલ રજૂ થયેલ હોય તો તેના નિકાલ થતાં સુધી આ કલમ હેઠળ કોઇ બહાલીનો હુકમ કરી શકાશે નહી.
Copyright©2023 - HelpLaw