
બહાલી માટે ઉચ્ચન્યાયાલયને સાદર થયેલા કેસોમાં કાયૅરીતિ
સેશન્સ ન્યાયાલયે મોતની સજાની બહાલી માટે ઉચ્ચન્યાયાલયને સાદર કરેલા કેસોમાં ઉચ્ચન્યાયાલયના યોગય અધિકારીએ ઉચ્ચન્યાયાલયનો બહાલીનો હુકમ કે બીજો હુકમ થયા પછી તે હુકમની નકલ રૂબરૂમાં કે ઇલેકટ્રોનિક માધ્યમ દ્રારા ઉચ્ચન્યાયાલયનો સિકકો લગાડીને અને પોતાની સતાવાર સહીવાળી શાખ કરીને સેશન્સ ન્યાયાલયને વગર વિલંબે મોકલવી જોઇશે.
Copyright©2023 - HelpLaw