
અન્યથા જોગવાઇ હોય તે સિવાય અપીલ ન થઈ શકવા બાબત
આ સંહિતાથી અથવા તે સમયે અમલમાં હોય તેવા બીજા કોઇ કાયદાથી અપીલ માટેની જોગવાઇ થયેલ હોય તે સિવાય ફોજદારી ન્યાયાલયના કોઇપણ ફેંસલા કે હુકમ સામે અપીલ થઇ શકશે નહી.
એવી જોગવાઇ કરવામાં આવી છે કે આરોપીને નિદોષ છોડવાના અથવા હળવા ગુના માટે ગુનેગાર ઠરાવતાં ન્યાયાલયના હુકમ સામે અથવા અપૂરતુ વળતર લાદતા ન્યાયાલયના હુકમ સામે ભોગ બનનારને અપીલ કરવાનો અધિકાર રહેશે અને આવી અપીલ એવા ન્યાયાલયના દોષિત ઠરાવવાના હુકમ વિરૂધ્ધની અપીલ સામાન્ય રીતે જે ન્યાયાલયમાં થતી હોય તે જ ન્યાયાલયમાં થશે.
Copyright©2023 - HelpLaw