સુલેહ જાળવવા કે સારા વતૅન માટેના જામીન આપવાનું ફરમાવતા અથવા જામીન સ્વીકારવાની ના પાડતા કે જામીન રદ કરતા હુકમ ઉપર અપીલ
નીચે જણાવેલ વ્યકિત તેમાં જણાવેલ હુકમ સામે સેશન્સ ન્યાયાલયને અપીલ કરી શકશે.
(૧) સુલેહ જાળવવા કે સારા વતૅન માટે જામીન આપવાનો કલમ-૧૩૬ હેઠળ જેને હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યકિત અથવા
(૨) કલમ-૧૪૦ હેઠળના જામીન સ્વીકારવાની ના પાડતા કે જામીન રદ કરતા કોઇ હુકમથી નારાજ થયેલ વ્યકિત
પરંતુ કલમ-૧૪૧ની પેટા કલમ (૨) કે પેટા કલમ (૪) ની જોગવાઇઓ અનુસાર જે વ્યકિતઓ સામેની કાયૅવાહી કોઇ સેશન્સ જજ સમક્ષ રજૂ કરવામાં આવેલ હોય તેમને આ કલમનો કોઇપણ મજકૂર લાગુ પડશે નહી.
Copyright©2023 - HelpLaw