દોષિત ઠરાવતાં હુકમ ઉપર અપીલ - કલમ : 415

દોષિત ઠરાવતાં હુકમ ઉપર અપીલ

(૧) ઉચ્ચન્યાયાલયે પોતાની અસાધારણ અવ્વલ ફોજદારી હકૂમત વાપરીને કરેલ ઇન્સાફી કાયૅવાહીમાં દોષિત ઠરેલ કોઇપણ વ્યકિત ઉચ્ચતમ ન્યાયાલયને અપીલ કરી શકશે.

(૨) સેશન્સ જજે કે વધારાના સેશન્સ જજે કરેલ ઇન્સાફી કાયૅવાહીમાં અથવા બીજી ન્યાયાલયે કરેલ જે ઇન્સાફી કાયૅવાહીમાં સાત વષૅ કરતા વધુ મુદતની કેદની સજા તેને અથવા તે જ ઇન્સાફી કાયૅવાહી વખતે દોષિત ઠરેલ અન્ય કોઇ વ્યકિતને કરેલ હોય તેમાં દોષિત ઠરેલ વ્યકિત ઉચ્ચન્યાયાલયને અપીલ કરી શકશે.

(૩) પેટા કલમ (૨) માં અન્યથા જોગવાઇ કરી હોય તે સિવાય નીચે જણાવેલ વ્યકિત સેશન્સ ન્યાયાલયને અપીલ કરી શકશે

(એ) પ્રથમ વગૅના મેજિસ્ટ્રેટે કે બીજા વગૅના મેજિસ્ટ્રેટે કરેલ ઇન્સાફી કાયૅવાહીમાં દોષિત ઠરેલ વ્યકિત અથવા

(બી) કલમ-૩૬૪ હેઠળ સજા પામેલ વ્યકિત અથવા

(સી) જેના સબંધમાં મેજિસ્ટ્રેટે કલમ-૪૦૧ હેઠળ હુકમ કરેલ કે સજા ફરમાવેલ હોય તે વ્યકિત

(૪) જયારે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમો-૬૪, કલમ-૬૫, કલમ-૬૬, કલમ-૬૭, કલમ-૬૮, કલમ-૭૦ અથવા કલમ-૭૧ હેઠળ પસાર કરાયેલ સજાના હુકમ વિરૂધ્ધ અપીલ દાખલ કરવામાં આવેલ હોય ત્યારે આવી અપીલનો નિકાલ તે દાખલ કરાયાની તારીખથી છ મહિનાના સમયગાળાની અંદર કરવો જોઇશે.