આરોપી ગુનો કબૂલ કરે ત્યારે કેટલાક કેસોમાં અપીલ ન થઇ શકવા બાબત - કલમ : 416

આરોપી ગુનો કબૂલ કરે ત્યારે કેટલાક કેસોમાં અપીલ ન થઇ શકવા બાબત

કલમ-૪૧૫ માં ગમે તે મજકૂર હોય તે છતા આરોપીએ ગુનો કબૂલ કયૅલા હોય અને એવા જવાબ ઉપરથી તેને દોષિત ઠરાવ્યો હોય ત્યારે નીચેના સંજોગોમાં અપીલ થઇ શકશે નહી.

(એ) દોષિત ઠરાવનાર ઉચ્ચન્યાયાલય હોય તો અથવા

(બી) દોષિત ઠરાવનાર સેશન્સ ન્યાયાલય અથવા પહેલા કે બીજા વગૅના મેજિસ્ટ્રેટ હોય તો સજાના પ્રમાણ કે કાયદેસરતા અંગે હોય તે સિવાય