નજીવા કેસોમાં અપીલ ન થઇ શકવા બાબત - કલમ : 417

નજીવા કેસોમાં અપીલ ન થઇ શકવા બાબત.

કલમ-૪૧૫ માં ગમે તે મજકૂર હોય તે છતા નીચેના કોઇ કેસમાં દોષિત ઠરેલ વ્યકિતથી અપીલ થઇ શકશે નહી.

(એ) જયારે ઉચ્ચન્યાયાલયે માત્ર ત્રણ મહિનાથી વધુ ન હોય તેટલી કેદની અથવા એક હજાર રૂપિયાથી વધુ ન હોય તેટલા દંડની અથવા તેટલી કેદ અને તેટલા દંડ એમ બંને માટેની સજા કરી હોય ત્યારે

(બી) સેશન્સ ન્યાયાલયે માત્ર ત્રણ મહિનાથી વધુ ન હોય તેટલી કેદની અથવા બસો રૂપિયાથી વધુ ન હોય તેટલા દંડની અથવા તેટલી કેદ અને તેટલા દંડની એમ બંને માટેની સજા કરી હોય ત્યારે

(સી) પહેલા વગૅના મેજિસ્ટ્રેટે માત્ર એકસો રૂપિયાથી વધુ નહી તેટલા દંડની સજા કરી હોય ત્યારે અથવા

(ડી) કેસની સંક્ષિપ્ત ઇન્સાફી કાયૅવાહી કરવામાં આવી હોય ત્યારે કલમ-૨૮૩ હેઠળ કાયૅ કરવા અધિકૃત મેજિસ્ટ્રેટે માત્ર બસો રૂપિયાથી વધુ ન હોય તેટલા દંડની સજા કરી હોય ત્યારે

પરંતુ તેવી સજા સાથે બીજી સજા પણ કરવામાં આવી હોય તો તેની સામે અપીલ કરી શકાશે તેમ છતા એવી સજાના હુકમ સામે નીચેના કારણોસર જ અપીલ થઇ શકશે નહી.

(૧) દોષિત ઠરાવાયેલ વ્યકિતને સુલેહ જાળવવા માટે જામીન આપવા હુકમ કરવામાં આવેલ હોય અથવા

(૨) દંડ ન ભરવા બદલ કેદના આદેશના સજાના હુકમમાં સમાવેશ કરવાામાં આવેલ હોય અથવા

(૩) કોઇ કેસના સંદભૅમાં દંડની એક કરતા વધુ સજાઓનો હુકમ કરવામા; આવેલ હોય જો તે અંગે કરેલા દંડની કુલ રકમ કેસના સબંધમાં આ પહેલા નિદિષ્ટ કરેલી રકમ કરતા વધુ ન હોય તો.