
સજાના હુકમ સામે રાજય સરકારની અપીલ
(૧) પેટા કલમ (૨)માં અન્યથા ઠરાવ્યું હોય તે સિવાય ઉચ્ચન્યાયાલય સિવાયની કોઇપણ ન્યાયાલયે કરેલી ઇન્સાફી કાયૅવાહીમાં કોઇને દોષિત ઠરાવેલ હોય ત્યારે સજા અપૂરતી હોવાના કારણે સજાના હુકમ સામે
(એ) જો સજાનો હુકમ મેજિસ્ટ્રેટ દ્રારા કરવામાં આવેલ હોય તો સેશન્સ ન્યાયાલયમાં અને
(બી) જો સજાનો હુકમ અન્ય કોઇ અદાલત દ્રારા કરવામાં આવેલ હોય તો ઉચ્ચન્યાયાલયમાં અપીલ કરવા માટે રાજય સરકાર પબ્લિક પ્રોસિકયુટરને આદેશ આપી શકશે.
(૨) આ સંહિતા સિવાયના કોઇ કેન્દ્રીય અધિનિયમ હેઠળ ગુનાની તપાસ કરવા માટે અધિકૃત કોઇ એજન્સીએ ગુનાની તપાસ કરી હોય તે કેસમાં એવી રીતે કોઇને દોષિત ઠરાવવામાં આવેલ હોય તો સજા અપૂરતી હોવાના કારણે સજાના હુકમ સામે
(એ) જો સજાનો હુકમ મેજિસ્ટ્રેટ દ્રારા કરવામાં આવેલ હોય તો સેશન્સ ન્યાયાલયમાં અને
(બી) જો સજાનો હુકમ અન્ય કોઇ અદાલત દ્રારા કરવામાં આવેલ હોય તો ઉચ્ચન્યાયાલયમાં અપીલ કરવા માટે કેન્દ્ર સરકાર પણ પબ્લિક પ્રોસિકયુટરને આદેશ આપી શકશે.
(૩) સજા અપૂરતી હોવાના કારણે સજાના હુકમ સામે અપીલ કરવામાં આવી હોય ત્યારે એવી સજા વધારવા સામે કારણ દશૅ ાવવાની આરોપીને વાજબી તક આપ્યા વિના યથાપ્રસંગ સેશન્સ ન્યાયાલય અથવા ઉચ્ચ ન્યાયાલય સજામાં વધારો કરી શકશે નહી અને કારણ દર્શાવતી વખતે આરોપી પોતાને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા અથવા સજા ઘટાડવાની માંગણી કરી શકશે.
(૪) જયારે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમો-૬૪, કલમ-૬૫, કલમ-૬૬, કલમ-૬૭, કલમ-૬૮, કલમ-૭૦ અથવા કલમ-૭૧ હેઠળ પસાર કરાયેલ સજાના હુકમ વિરૂધ્ધ અપીલ દાખલ કરવામાં આવેલ હોય ત્યારે આવી અપીલનો નિકાલ તે દાખલ કરાયાની તારીખથી છ મહિનાના સમયગાળાની અંદર કરવો જોઇશે.
Copyright©2023 - HelpLaw