
નિર્દોષ ઠરાવીને છોડી મૂકવાના કેસમાં અપીલ
(૧) પેટા કલમ (૨)માં ઠરાવ્યું હોય તે સિવાય અને પેટા કલમો(૩) અને (૫) ની જોગવાઇઓને અધીન રહીને
(એ) જિલ્લા મેજિસ્ટ્રેટ કોઇપણ કેસમાં કોઇ પોલીસ અધિકારના અને બિનજામીની ગુનાના સબંધમાં મેજિસ્ટ્રેટ દ્રારા પાસ કરાયેલા નિર્દોષ છૂટકારાના હુકમના કોઇપણ કેસમાં પબ્લિક પ્રોસિકયુટરને સેશન્સ ન્યાયાલય સમક્ષ અપીલ રજૂ કરવા માટે નિર્દેશ આપી શકશે.
(બી) રાજય સરકાર કોઇપણ કેસમાં ઉચ્ચન્યાયાલય સિવાયના અન્ય કોઇ ન્યાયાલય દ્રારા કરેલા નિર્દોષ છુટકારાના ખંડ (એ) હેઠળના હુકમ સિવાયના અસલ હુકમ અથવા અપીલીય હુકમ સામે અથવા સેશન્સ ન્યાયાલય દ્રારા રીવીઝનમાં પાસ કરાયેલા નિદર્દોષ છૂટકારાના હુકમ સામે ઉચ્ચન્યાયાલય સમક્ષ અપીલ કરવા માટે પબ્લિક પ્રોસિક્યુટરને નિર્દેશ આપી શકશે.
(૨) આ સંહિતા સિવાયના કોઇ કેન્દ્રીય અધિનિયમ હેઠળ ગુનાની તપાસ કરવા માટે અધિકૃત કોઇ એજન્સીએ જેમાં ગુનાની પોલીસ તપાસ કરેલ હોય તે કેસમાં એવો નિર્દોષ ઠરાવીને છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો હોય ત્યારે પેટા કલમ (૩) ની જોગવાઇઓને અધીન રહીને કેન્દ્ર સરકાર પણ
(એ) કોઇ પોલીસ અધિકારીના અને બિનજામીન લાયક ગુનાના સબંધમાં મેજિસ્ટ્રેટ દ્રારા કરાયેલા નિદર્દોષ છૂટકારાના હુકમ ઉપરની અપીલ સેશન્સ કોટૅ સમક્ષ
(બી) ઉચ્ચન્યાયાલય સિવાયની કોઇપણ અન્ય કોટૅ દ્રારા ખંડ (એ) હેઠળનો હુકમ ન હોય તેવા નિર્દોષ છોડી મૂકવાના અસલ હુકમ અથવા અપીલીય હુકમ અથવા સેશન્સ ન્યાયાલય દ્રારા રિવિઝનમાં કરાયેલા નિર્દોષ છૂટકારાના હુકમ માટે ઉચ્ચન્યાયાલય સમક્ષ પબ્લિક પ્રોસિકયુટરને અપીલ કરવાનો આદેશ આપી શકશે.
(૩) પેટા કલમ (૧) કે પેટા કલમ (૨) હેઠળની ઉચ્ચ ન્યાયાલયને કરવાની કોઇપણ અપીલ ઉચ્ચન્યાયાલયની પરવાનગી સિવાય દાખલ થઇ શકશે નહી.
(૪) ફરિયાદ ઉપરથી શરૂ થયેલ કોઇ કેસમાં નિદોષ ઠરાવી છોડી મૂકવાનો એવો હુકમ કરવામાં આવ્યો હોય અને ઉચ્ચન્યાયાલય આ માટે તેને ફરિયાદીએ કરેલી અરજી ઉપરથી નિદોષ ઠરાવી છોડી મૂકવાના હુકમ ઉપર અપીલ કરવાની ખાસ પરવાનગી આપે તો ફરિયાદી ઉચ્ચન્યાયાલયને એવી અપીલ કરી શકશે.
(૫) નિદર્દોષ ઠરાવીને છોડી મૂકવાના હુકમ ઉપર અપીલ કરવાની ખાસ પરવાનગી આપવા માટેની પેટા કલમ (૪) હેઠળની અરજી તેવો છોડી મૂકવાનો હુકમ થયાની તારીખથી ફરિયાદી રાજય સેવક હોય તો છ મહિના અને બીજા દરેક કેસમાં સાઠ દિવસ પૂરા થયા પછી ઉચ્ચન્યાયાલય સ્વીકારી શકશે. (૬) નિદોષ ઠરાવી છોડી મૂકવાના હુકમ ઉપર અપીલ કરવાની ખાસ પરવાનગી આપવા માટેની પેટા કલમ (૪) હેઠળની અરજી કોઇ કેસમાં નામંજૂર કરવામાં આવે તો નિદીષ ઠરાવીને છોડી મૂકવાના તે હુકમ ઉપર પેટા કલમ (૧) કે પેટા કલમ (૨) હેઠળ અપીલ થઇ શકશે નહી.
Copyright©2023 - HelpLaw