કેટલા કેસોમાં અપીલનો ખાસ હકક - કલમ : 421

કેટલા કેસોમાં અપીલનો ખાસ હકક

આ પ્રકરણમાં ગમે તે હોય તે છતા એક ઇન્સાફી કાયૅવાહીમાં એકથી વધુ વ્યકિતઓને દોષિત ઠરાવેલ હોય અને તેઓ પૈકી કોઇ વ્યકિત અંગે અપીલપાત્ર ફેંસલો આપવામાં આવ્યો હોય કે હુકમ ફરમાવવામાં આવ્યો હોય ત્યારે તે ઇન્સાફી કાયૅવાહીમાં દોષિત ઠરેલ તમામ કે કોઇ વ્યકિતને અપીલનો હકક રહેશે.