
સેશન્સ ન્યાયાલયને થયેલી અપીલ સાંભળવાની રીત
(૧) પેટા કલમ (૨) ની જોગવાઇઓને અધીન રહીને સેશન્સ ન્યાયાલયને કે સેશન્સ જજને કરેલી અપીલ સેશન્સ ન્યાયાધીશે કે વધારાના સેશન્સ ન્યાયાધીશે સાંભળવી જોઇશે.
પરંતુ બીજા વગૅના મેજિસ્ટ્રેટે કરેલી ઇન્સાફી કાયૅવાહીમાં દોષિત ઠરાવતા ફેંસલા સામેની અપીલ ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ સાંભળીને તેનો નિકાલ કરી શકશે.
(૨) વધારાના સેશન્સ ન્યાયાધીશ કે ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ તે વિભાગના સેશન્સ ન્યાયાધીશ સામાન્ય કે ખાસ હુકમ કરીને તેને સોંપે તે અથવા ઉચચન્યાયાલય ખાસ હુકમ કરીને તેને સાંભળવાનું ફરમાવે તે અપીલ જ સાંભળી શકશે.
Copyright©2023 - HelpLaw