અપીલ કરનાર જેલમાં હોય ત્યારે કાયૅરીતિ - કલમ : 424

અપીલ કરનાર જેલમાં હોય ત્યારે કાયૅરીતિ

અપીલ કરનાર જેલમાં હોય તો જેલના ઇન્ચાજૅ અધિકારીને તે પોતાની અપીલ અરજી અને તેની નકલો આપી શકશે અને તેમ થાય ત્યારે તે અધિકારીએ એવી અરજી અને નકલો યોગ્ય અપીલ ન્યાયાલયને મોકલી આપવી જોઇશે.