વિશેષ કાયૅવાહી કયૅગ વિના અપીલ કાઢી નાંખવા બાબત - કલમ : 425

વિશેષ કાયૅવાહી કયૅગ વિના અપીલ કાઢી નાંખવા બાબત

(૧) કલમ-૪૨૩ કે કલમ-૪૨૪ હેઠળ મળેલ અપીલની અરજી અને ફેંસલાની નકલ તપાસી જોતા અપીલ ન્યાયાલયને એમ લાગે કે દરમ્યાનગીરી કરવા માટે પૂરતુ કારણ નથી તો તે વિશેષ કાયૅવાહી કયૅા વિના અપીલ કાઢી નાખી શકશે. પરંતુ::

(એ) અપીલ કરનારને કે તેના વકીલને અપીલના સમથૅનમાં સુનાવણીની વાજબી તક મળી ન હોય તો કલમ-૪૨૩ હેઠળ રજૂ કરેલી કોઇ અપીલ કાઢી નંખાશે નહી.

(બી) અપીલ ન્યાયાલયને એમ જણાય કે કલમ-૪૨૪ હેઠળ રજૂ કરેલી કોઇ અપીલ બેજવાબદાર છે અથવા આરોપીને પહેરા હેઠળ ન્યાયાલય સમક્ષ રજૂ કરવાનું કેસના સંજોગો જોતા હદ બહાર અગવડ ભરેલું છે તે સિવાય અપીલ કરનારને અપીલના સમથૅનમાં સુનાવણીની વાજબી તક આપ્યા વીના તે કાઢી નંખાશે નહી.

(સી) તેવી અપીલ કરવા માટેની નિયત મુદત પૂરી ન થાય ત્યાં સુધી કલમ-૪૨૪ હેઠળ કરેલ કોઇપણ અપીલ વિશેષ કાયૅવાહી કર્યા વિના કાઢી નંખાશે નહી.

(૨) આ કલમ હેઠળ અપીલ કાઢી નાખતા પહેલા ન્યાયાલય કેસનું રેકડૅ મંગાવી શકશે.

(૩) આ કલમ હેઠળ અપીલ કાઢી નાખનાર અપીલ ન્યાયાલય સેશનસ ન્યાયાલય કે ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટનું ન્યાયાલય હોય ત્યારે તેણે તેમ કરવા માટેના પોતાના કારણોની નોંધ કરવી જોઇશે.

(૪) કલમ-૪૨૪ હેઠળ કરેલી અપીલ આ કલમ હેઠળ વિશેષ કાયૅવાહી કયૅ । વિના કાઢી નાખવામાં આવેલ હોય અને અપીલ ન્યાયાલયને એવું જણાય કે તે જ અપીલ કરનાર વતી કલમ-૪૨૩ હેઠળ વિધિસર રજૂ થયેલ બીજી અપીલની અરજી તેણે વિચારણામાં લીધેલ નથી તો તે ન્યાયાલય કલમ-૪૩૪ માં ગમે તે મજકૂર હોય તે છતા તેને એવી ખાતરી થાય કે તેમ કરવું ન્યાયના હિતમાં જરૂરી છે તો કાયદા અનુસાર એવી અપીલ સાંભળીને તેનો નિકાલ કરી શકશે.