
વિશેષ કાયૅવાહી કયૅગ વિના કાઢી નંખાયેલ ન હોય તેવી અપીલો સાંભળવા માટેની કાયૅરીતિ
(૧) અપીલ ન્યાયાલય વિશેષ કાયૅવાહી કયૅ વીના અપીલ કાઢી ન નાંખે તો તેણે તે અપીલની સુનાવણી માટેના સમય અને સ્થળની નોટીશ નીચેનાને અપાવવી જોઇશે.
(૧) અપીલ કરનારને કે તેના વકીલને
(૨) આ માટે રાજય સરકાર નીમે તે અધિકારીને
(૩) ફરિયાદ ઉપરથી માંડવામાં આવેલ કેસમાં દોષિત ઠરાવતા ફેંસલા ઉપરની અપીલ હોય તો ફરિયાદીને
(૪) કલમ-૪૧૮ અથવા કલમ-૪૧૯ હેઠળની અપીલ હોય તો આરોપીને અને એવા અધિકારી ફરિયાદી અને આરોપીને અપીલ માટેના કારણોની નકલ પણ આપવી જોઇશે.
(૨) ત્યાર બાદ તે કેસનું રેકડૅ ન્યાયાલયમાં અગાઉથી જ આવી ગયેલ ન હોય તો અપીલ ન્યાયાલયે તે મંગાવવું જોઇશે અને પક્ષકારોને સાંભળવા જોઇશે પરંતુ જો અપીલ માત્ર સજાના પ્રમાણને કે તેની કાયદેસરતાને લગતી હોય તો ન્યાયાલય રેકડૅ મંગાવ્યા વિના અપીલનો નિકાલ કરી શકશે.
(૩) ગુના સાબિતી ઉપરની અપીલ માટેનું એક માત્ર કારણ કહેવાતી આકરી સજા હોય તો ન્યાયાલયની પરવાનગી સિવાય અપીલ કરનારથી બીજું કોઇ કારણ સમથૅનમાં રજૂ થઇ શકશે નહી કે તે બાબત સાંભળી શકાશે નહી.
Copyright©2023 - HelpLaw