અપીલ ન્યાયાલયની સતા - કલમ : 427

અપીલ ન્યાયાલયની સતા

તે રેકડૅ વાંચી જોયા પછી અને અપીલ કરનારને કે તેનો વકીલ હાજર થાય તો તેને અને પબ્લિક પ્રોસિકયુટર હાજર હોય તો તેને સાંભળ્યા પછી કલમ-૪૧૮ કે કલમ-૪૧૯ હેઠળ અપીલ હોય ત્યારે આરોપી હાજર હોય તો તેને સાંભળ્યા પછી પોતાને લગે કે દરમ્યાનગીરી કરવા માટે પૂરતું કારણ નથી તો ન્યાયાલય અપીલ કાઢી નાંખી શકશે અથવા નીચે પ્રમાણે કરી શકશે.

(એ) નિર્દોષ ઠરાવીને છોડી મૂકવાના હુકમ ઉપરની અપીલમાં તે હુકમ ફેરવીને વધુ તપાસ કરવાનો અથવા આરોપી સામે યથાપ્રસંગ ફરીથી ઇન્સાફી કાર્યવાહી કરવાનો કે ઇન્સાફી કાયૅવાહી માટે તેને કમિટ કરવાનો આદેશ આપી શકશે અથવા તેને દોષિત ઠરાવી કાયદા અનુસાર સજા ફરમાવી શકશે

(બી) ગુના સાબિતીના હુકમ ઉપરની અપીલમાં નીચે પ્રમાણે કરી શકશે.

(૧) નિણૅય અને સજા રદ કરીને આરોપીને નિદોષ ઠરાવી શકશે અથવા છોડી મૂકી શકશે અથવા પોતાની સતા નીચેની હકૂમત ધરાવતું ન્યાયાલય તેની સામે ફરીથી ઇન્સાફી કાર્યવાહી કરે અથવા ઇન્સાફી કાયૅવાહી થવા માટે તેને કમિટ કરે એવો હુકમ કરી શકશે અથવા

(૨) નિણૅયમાં ફેરફાર કરીને સજા કાયમ રાખી શકશે અથવા

(૩) નિણૅયમાં ફેરફાર કરીને કે કયૅવા વીના સજાના પ્રકાર કે પ્રમાણમાં અથવા પ્રકાર તેમજ પ્રમાણમાં ફેરફાર કરી શકશે પરંતુ સજા વધી જાય એ પ્રમાણે ફેરફાર કરી શકશે નહી.

(સી) સજા વધારવા માટેની અપીલમાં નીચે પ્રમાણે કરી શકશે.

(૧) નિણૅય અને સજા રદ કરીને આરોપીને નિદોષ ઠરાવી શકશે અથવા છોડી મૂકી શકશે અથવા ગુનાની ઇન્સાફી કાર્યવાહી કરવા હકૂમત ધરાવતું ન્યાયાલય તેની સામે ફરીથી ઇન્સાફી કાયૅવાહી કરે એવો હુકમ કરી શકશે અથવા

(૨) નિણૅય ફેરફાર કરીને સજા કાયમ રાખી શકશે અથવા

(૩) નિણૅય ફેરફાર કરીને કે કયૅવા વિના સજાના પ્રકાર કે પ્રમાણમાં અથવા પ્રકાર તેમજ પ્રમાણમાં વધારો કે ઘટાડો થાય તેવી રીતે ફેરફાર કરી શકશે.

(ડી) બીજા કોઇ હુકમ ઉપરની અપીલમાં તે હુકમમાં ફેરફાર કરી શકશે અથવા તે રદ કરી શકશે. (ઇ) ન્યાયી કે વાજબી હોય એવો કોઇ સુધારો કે પારિણામિક કે આનુષંગિક હુકમ કરી શકશે

પરંતુ સજાના વધારા સામે કારણ દર્શાવવાની આરોપીને તક આપ્યા વીના સજા વધારી શકાશે નહી વધુમાં અપીલ ન્યાયાલય પોતાના અભિપ્રાય મુજબ આરોપીએ જે ગુનો કર્યો હોય તે ગુના માટે અપીલ હેઠળનો હુકમ કે સજા કરનાર ન્યાયાલય કરી શકત તેથી વધુ સજા કરી શકશે નહી.