
અપીલમાં થયેલો ઉચ્ચન્યાયાલયનો હુકમ પ્રમાણિત કરીને નીચલા ન્યાયાલયને મોકલવા બાબત
(૧) આ પ્રકરણ હેઠળ ઉચ્ચન્યાયાલય જયારે અપીલમાં કોઇ કેસનો નિણૅય કરે ત્યારે જે ન્યાયાલયના નિણૅય સજા કે હુકમ સામે અપીલ થયેલ હોય તે ન્યાયાલયને ઉચ્ચન્યાયાલયે પોતાનો ફેંસલો કે હુકમ પ્રમાણિત કરીને મોકલવો જોઇશે અને તે ન્યાયાલય ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ સિવાયના જયુડિશીયલ મેજિસ્ટ્રેટનું ન્યાયાલય હોય તો ઉચ્ચન્યાયાલયનો ફેંસલો કે હુકમ ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ મારફત મોકલવો જોઇશે ન્યાયાલય એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટનું ન્યાયાલય હોય તો ઉચ્ચન્યાયાલયનો ફેંસલો કે હુકમ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્રારા મોકલવો જોઇશે.
(૨) ઉચ્ચન્યાયાલય પોતાનો ફેંસલો કે હુકમ પ્રમાણિત કરીને જે ન્યાયાલયને મોકલે તેણે તે ઉપરથી ઉચ્ચન્યાયાલયનો ફેંસલા કે હુકમને અનુરૂપ હુકમો કરવા જોઇશે અને જરૂરી જણાય તો રેકડૅ તે અનુસાર સુધારવું જોઇશે.
Copyright©2023 - HelpLaw